Site icon News Continuous Bureau | Mumbai

Sanjeev Arora Arrested ED। પંજાબના મંત્રી સંજીવ અરોરા જેલના હવાલે! EDએ ૭ કલાકના દરોડા બાદ કરી ધરપકડ, ‘આપ’માં ખળભળાટ

Sanjeev Arora Arrested ED। 100 કરોડના બોગસ GST બિલ અને મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી; ચંદીગઢ સ્થિત સરકારી આવાસ પરથી ધરપકડ, મંત્રીના પુત્રને પણ કસ્ટડીમાં લેવાયાના અહેવાલ.

Sanjeev Arora Arrested ED। પંજાબના મંત્રી સંજીવ અરોરા જેલના હવાલે! EDએ ૭ કલાકના દરોડા બાદ કરી ધરપકડ, ‘આપ’માં ખળભળાટ

Sanjeev Arora Arrested ED। પંજાબના મંત્રી સંજીવ અરોરા જેલના હવાલે! EDએ ૭ કલાકના દરોડા બાદ કરી ધરપકડ, ‘આપ’માં ખળભળાટ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Sanjeev Arora Arrested ED। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના મંત્રીમંડળના સભ્ય અને ઉદ્યોગ મંત્રી સંજીવ અરોરાની શનિવારે ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અગાઉ સવારથી જ ચંદીગઢ, દિલ્હી અને ગુરુગ્રામમાં મંત્રી અને તેમના સહયોગીઓના પાંચ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. અંદાજે સાત કલાકની તપાસ બાદ કેન્દ્રીય એજન્સીએ આ આકરું પગલું ભર્યું છે.

શું છે સમગ્ર કૌભાંડ?

સંજીવ અરોરા પર 100 કરોડ રૂપિયાથી વધુના કથિત ફર્જી GST ખરીદી બિલ બનાવવાનો અને મની લોન્ડરિંગનો આરોપ છે. ED દ્વારા ‘હેમ્પટન સ્કાઈ રિયલ્ટી લિમિટેડ’ નામની કંપનીના પરિસરમાં પણ તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નવો ગુનો દાખલ કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એપ્રિલ મહિનામાં પણ ફેમા (FEMA) હેઠળ તેમના ઠેકાણાઓ પર તપાસ થઈ હતી.

મંત્રીના પુત્રની પણ ધરપકડની શક્યતા

અહેવાલો અનુસાર, સંજીવ અરોરાની સાથે તેમના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ મંત્રીને ચંદીગઢ સ્થિત તેમના સરકારી આવાસ પરથી EDની ઓફિસે લઈ જવામાં આવ્યા હતા. સંજીવ અરોરા લુધિયાણા પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય છે અને પંજાબના મોટા ઉદ્યોગપતિઓમાં તેમની ગણના થાય છે. આ ધરપકડ બાદ પંજાબના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ભગવંત માનનો કેન્દ્ર સરકાર પર પ્રહાર

મંત્રીની ધરપકડ અને દરોડા બાદ મુખ્યમંત્રી ભગવંત માને સંગરુર ખાતે પત્રકાર પરિષદ યોજીને કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર ED અને CBI જેવી એજન્સીઓને પોતાના રાજકીય હથિયાર તરીકે વાપરી રહી છે. માને ઉમેર્યું કે, “મહારાષ્ટ્ર હોય કે બંગાળ અને હવે પંજાબ, ભાજપ વિપક્ષી સરકારોને નિશાન બનાવી રહી છે, પરંતુ પંજાબ આવી રીતે ઝૂકશે નહીં.”

👉 આ સમાચાર વાચો:
Suvendu Adhikari West Bengal CM| બંગાળમાં નવા યુગની શરૂઆત શુભેન્દુ અધિકારીએ લીધા CM પદના શપથ; PM મોદીએ સ્ટેજ પરથી જનતાને કર્યા ‘દંડવત પ્રણામ’

Indian Women Relay Team Gold મહિલા રિલેમાં ભારતે જીત્યો ગોલ્ડ મેડલ, એથ્લેટિક્સમાં દેશને મળ્યું પહેલું ગોલ્ડ
New TRAI Spam Call Rules 2026 સ્પામ કોલ કરનારાઓ સામે TRAI ની લાલ આંખ પ્રથમ ભૂલ પર જ આઉટગોઇંગ સેવા ૧૫ દિવસ માટે બંધ થશે, કડક નિયમો લાગુ!
Sachin Vaze Bail Antilia Case સચિન વાઝેને એન્ટિલિયા કેસમાં જામીન મળ્યા, છતાં જેલમાંથી મુક્તિ નહીં જાણો કેમ હજુ પણ જેલમાં જ રહેવું પડશે!
Assam Indo Myanmar Border અરુણાચલ પ્રદેશમાં ભારતમ્યાનમાર સરહદે આસામ રાઇફલ્સ પર ઉગ્રવાદી હુમલો ૧ જવાન શહીદ, સર્ચ ઓપરેશન તેજ!
Exit mobile version