Raisina Dialogue 2026: અમેરિકા હવે ભારતને ચીનના ચશ્માથી નહીં જુએ! ટ્રમ્પના નજીકના ક્રિસ્ટોફર લેન્ડાઉનું મોટું નિવેદન; જાણો ટ્રેડ ડીલ પર શું છે નવો પ્લાન

રાયસીના ડાયલોગ 2026 માં અમેરિકાએ ‘અમેરિકા ફર્સ્ટ’ નો રાગ છેડ્યો, કહ્યું - ભારત સાથેની ટ્રેડ ડીલ હવે ‘ફિનિશ લાઇન’ ની નજીક.

by Tanvi
Raisina Dialogue 2026 We Won't Repeat China Mistake with India, Says US Official Christopher Landau on Trade Deal.

News Continuous Bureau | Mumbai

Raisina Dialogue 2026 નવી દિલ્હીમાં ચાલી રહેલા ‘રાયસીના ડાયલોગ 2026’ માં અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રિસ્ટોફર લેન્ડાઉએ ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈને એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. લેન્ડાઉએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભારત સાથેના વ્યાપારિક કરારોમાં અમેરિકા પોતાના હિતોને સર્વોપરી રાખશે. તેમણે ચીનનું ઉદાહરણ આપતા કહ્યું કે અમેરિકા ૨૦ વર્ષ પહેલા ચીન સાથે કરેલી ભૂલો ભારત સાથે દોહરાવવા માંગતું નથી.

ચીન સાથેની ભૂલ અને અમેરિકાની સતર્કતા

ક્રિસ્ટોફર લેન્ડાઉએ જણાવ્યું હતું કે, “ભારતે સમજવું જોઈએ કે અમે ભારત સાથે તે ભૂલ નહીં કરીએ જે ૨૦ વર્ષ પહેલા ચીન સાથે કરી હતી. ત્યારે અમે બજાર ખોલી દીધા હતા અને બાદમાં ચીને અનેક કોમર્શિયલ સેક્ટર્સમાં અમેરિકાને પાછળ છોડી દીધું હતું.” તેમણે ‘અમેરિકા ફર્સ્ટ’ પોલિસી પર ભાર મૂકતા કહ્યું કે તેનો અર્થ ‘અમેરિકા એકલું’ એવો નથી, પરંતુ એવો સહયોગ છે જે બંને દેશોના રાષ્ટ્રીય હિતમાં હોય.

 ટ્રેડ ડીલ હવે ‘ફિનિશ લાઇન’ ની નજીક

ભારત અને અમેરિકા વચ્ચેની દ્વિપક્ષીય ટ્રેડ ડીલ અંગે લેન્ડાઉએ હકારાત્મક સંકેતો આપ્યા છે. તેમણે કહ્યું કે આ ડીલ હવે પૂર્ણ થવાની અણી પર છે અને તેનાથી બંને દેશોની આર્થિક ભાગીદારીને મોટો વેગ મળશે. તેમણે ઉમેર્યું કે ૨૧મી સદીમાં ભારતનો ઉદય નિશ્ચિત છે કારણ કે તે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. અમેરિકા અને ભારતની ભાગીદારી કોઈ દાન કે સામાજિક કાર્ય નથી, પરંતુ બંને દેશોના આર્થિક લાભ માટે છે.

આ સમાચાર પણ વાંચો : US-Israel War: રશિયા-ચીન અને ઈરાન વચ્ચે શું રંધાઈ રહ્યું છે? અમેરિકા સાથેના તણાવ વચ્ચે વિદેશ મંત્રીના નિવેદનથી વિશ્વભરમાં ચર્ચા; જાણો ઈરાનનો નવો પ્લાન.

સંતુલિત અને ન્યાયી કરારની અપેક્ષા

ટ્રમ્પ પ્રશાસન ‘અમેરિકા ફર્સ્ટ’ હેઠળ ટ્રેડ પોલિસીને કડક રીતે લાગુ કરી રહ્યું છે. લેન્ડાઉએ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ ડીલ અમેરિકન લોકો માટે ન્યાયી હોવી જોઈએ, કારણ કે સરકાર તેના નાગરિકો પ્રત્યે જવાબદાર હોય છે. રાયસીના ડાયલોગમાં અમેરિકન પ્રતિનિધિ મંડળના નેતા તરીકે લેન્ડાઉએ સંરક્ષણ, ક્રિટિકલ મિનરલ્સ અને ઉર્જા જેવા ક્ષેત્રોમાં પણ ભારતીય અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે તેમણે ભારતને એનર્જીના સારા સ્ત્રોત તરીકે અમેરિકાની મદદની પણ ખાતરી આપી છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More