News Continuous Bureau | Mumbai
Donald Trump Tariff અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કેરોલિનામાં એક સંબોધન દરમિયાન પોતાની આર્થિક નીતિઓને લઈને મોટી જાહેરાતો કરી છે. ટ્રમ્પે પોતાની આગવી શૈલીમાં મીડિયા પર નિશાન સાધતા કહ્યું કે, અગાઉ ‘ટેરિફ’ તેમનો સૌથી પ્રિય શબ્દ હતો, પરંતુ હવે વિવાદોને ટાળવા માટે તેઓ તેને પાંચમા ક્રમે રાખે છે. આ સાથે જ તેમણે નવા વર્ષથી અમેરિકન ઈતિહાસના સૌથી મોટા ટેક્સ કટ (Tax Cuts) લાગુ કરવાની પણ જાહેરાત કરી છે.
VIDEO | North Carolina: US President Donald Trump says, “Tariff is… and I won’t say it because it gets me in trouble, my favorite word… No, I want it to be my fifth favourite word. Do you remember when I said the word tariff is my favorite word in the dictionary? And then the… pic.twitter.com/AeK44Z68VQ
— Press Trust of India (@PTI_News) December 20, 2025
‘ફેક ન્યૂઝ’ પર ટ્રમ્પનો કટાક્ષ
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના આગવા અને મજાકિયા અંદાજમાં જણાવ્યું કે, અગાઉ તેઓ ‘ટેરિફ’ ને પોતાનો સૌથી પ્રિય શબ્દ ગણાવતા હતા, પરંતુ ‘ફેક ન્યૂઝ’ મીડિયાએ જ્યારે ધર્મ, ભગવાન અને પરિવારના મહત્વ વિશે સવાલો ઉઠાવ્યા, ત્યારે હવે તેમણે ટેરિફને પોતાનો પાંચમો ફેવરિટ શબ્દ જાહેર કર્યો છે. તેમણે રમૂજ સાથે ઉમેર્યું કે, હવે તેઓ પોતાના શબ્દોની પસંદગી બાબતે વધુ સજાગ રહે છે જેથી કરીને મીડિયા તેમની વાતોને તોડી-મરોડીને રજૂ કરવાની તક ન ઝડપે.
વેઈટર અને સર્વિસ સેક્ટર માટે ખુશખબર
આ સાથે જ ટ્રમ્પે અમેરિકાના શ્રમિક અને સર્વિસ સેક્ટરના કર્મચારીઓ માટે બે અત્યંત મહત્વની જાહેરાતો કરી છે. પ્રથમ જાહેરાત મુજબ, હવે હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓને મળતી ‘ટિપ્સ’ (Tips) પર કોઈ પણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડશે નહીં. બીજી મહત્વની રાહત આપતા તેમણે જણાવ્યું કે, જે કર્મચારીઓ સખત મહેનત કરીને ઓવરટાઈમ કામ કરે છે, તેમને પણ તે વધારાની આવક પર ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે. ટ્રમ્પના આ નિર્ણયોથી મહેનતુ વર્ગની હાથમાં આવતી ચોખ્ખી આવકમાં સીધો વધારો થશે અને અર્થતંત્રમાં નવી સ્ફૂર્તિ આવશે.
સિનિયર સિટિઝન્સને મોટી ભેટ
વૃદ્ધોની આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરવાના હેતુથી ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું અને નિર્ણાયક પગલું ભર્યું છે. તેમણે જાહેરાત કરી છે કે અમેરિકામાં વરિષ્ઠ નાગરિકોને મળતી સોશિયલ સિક્યોરિટી પર હવેથી કોઈ પણ પ્રકારનો ટેક્સ વસૂલવામાં આવશે નહીં. ટ્રમ્પના મતે, તેમની આ નીતિઓના ‘નાટ્યાત્મક અને સકારાત્મક પરિણામો’ નવા વર્ષથી જ જોવા મળશે, જેનાથી લાખો અમેરિકન પરિવારોને મોટી આર્થિક રાહત અને સુરક્ષા પ્રાપ્ત થશે.
આ સમાચાર પણ વાંચો : Gajendra Chauhan: મહાભારતના ‘ધર્મરાજ’ સાથે થઈ છેતરપિંડી! ગજેન્દ્ર ચૌહાણના ખાતામાંથી ₹98 હજાર સાફ, જાણો કેવી રીતે ફસાયા.
ટેરિફ વોર અને આર્થિક નીતિ
ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા અમેરિકન ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અન્ય દેશો પર ‘ટેરિફ’ લાદવાની તરફેણ કરતા રહ્યા છે. તેમણે ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે તેમની આર્થિક નીતિઓ “અમેરિકા ફર્સ્ટ” ના સિદ્ધાંત પર આધારિત રહેશે. નવા વર્ષથી અમલમાં આવનારા આ ટેક્સ કટ્સને તેઓ અમેરિકન ઇતિહાસના સૌથી મોટા કટ્સ ગણાવી રહ્યા છે.
