US Firing Missiles from Indian Ports?: દુનિયામાં ચર્ચા, પણ ભારતનું વલણ સ્પષ્ટ! ભારતીય બંદરો અને અમેરિકી મિસાઈલના દાવા પાછળનું શું છે રહસ્ય? વાંચો વિદેશ મંત્રાલયનો ખુલાસો

અમેરિકન ચેનલના દાવાને ભારત સરકારે ગણાવ્યો તદ્દન ખોટો અને પાયાવિહોણો, વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર ફેક્ટ ચેક જાહેર કર્યું.

by Tanvi
US Firing Missiles from Indian Ports MEA Debunks Fake Claims Amid Iran-Israel War.

News Continuous Bureau | Mumbai

US Firing Missiles from Indian Ports? અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ભારત પણ સામેલ હોવાના દાવાઓ સોશિયલ મીડિયા અને કેટલીક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલો પર વાયુવેગે ફેલાઈ રહ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકાએ ભારતીય બંદરો નો ઉપયોગ કરીને ઈરાન પર મિસાઈલો છોડી છે. જોકે, હવે ભારત સરકારના વિદેશ મંત્રાલયે (MEA) આ બાબતે સત્તાવાર ખુલાસો કરીને સત્ય જાહેર કર્યું છે અને આ તમામ અહેવાલોને નકારી કાઢ્યા છે.

શું હતો એ અમેરિકન ન્યૂઝ ચેનલનો દાવો?

આ વિવાદની શરૂઆત અમેરિકન ચેનલ ‘વન અમેરિકા ન્યૂઝ નેટવર્ક’ (OANN) પરથી થઈ હતી. જેમાં પૂર્વ અમેરિકી આર્મી કર્નલ ડગ્લાસ મેકગ્રેગરે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમેરિકાના પોતાના તમામ સૈન્ય મથકો અને હાર્બર તબાહ થઈ ચૂક્યા છે, તેથી તેઓ હવે ભારતીય બંદરો અને સુવિધાઓ પર નિર્ભર છે. તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે અમેરિકન નૌસેના ભારતની મદદથી ઈરાન પર હુમલા કરી રહી છે.

 


વિદેશ મંત્રાલયનું ‘ફેક ન્યૂઝ’ એલર્ટ

વિદેશ મંત્રાલયના ફેક્ટ ચેક એકાઉન્ટે એક્સ (X) પર પોસ્ટ કરીને આ દાવાને સંપૂર્ણપણે પાયાવિહોણો ગણાવ્યો છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, “અમેરિકન ચેનલ OAN પર કરવામાં આવેલા દાવા કે ભારતીય બંદરોનો અમેરિકી નૌસેના ઉપયોગ કરી રહી છે તે તદ્દન નકલી અને ખોટા છે. અમે આવા બનાવટી અને પાયાવિહોણી ટિપ્પણીઓથી સાવધ રહેવાની ચેતવણી આપીએ છીએ.” ભારત આ યુદ્ધમાં સંપૂર્ણપણે તટસ્થ છે.

આ સમાચાર પણ વાંચો : Russia India Oil Deal: ઈરાન જંગ વચ્ચે રશિયા-ભારત વચ્ચે મોટી ડીલ, ૯૫ લાખ બેરલ તેલ મોકલશે પુતિન; જાણો કેવી રીતે ભારતને થશે ફાયદો..

ભારતના વેપાર અને ઉર્જા સપ્લાય પર અસર

ભારત સરકારે વારંવાર ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ આ જંગમાં કોઈની તરફ નથી. ભારત પોતાની જમીન, બંદરો કે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કોઈને પણ હુમલા કરવા માટે કરવા દેતું નથી. આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકી પનડુબ્બીએ હિંદ મહાસાગરમાં ઈરાની યુદ્ધજહાજ ‘IRIS Dena’ ને ડુબાડી દીધું હતું. નોંધનીય છે કે આ જહાજ ભારતમાં યોજાયેલી નૌસેના એક્સરસાઇઝ (MILAN 2026) થી પરત ફરી રહ્યું હતું, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ હુમલામાં ભારતીય બંદરોની કોઈ ભૂમિકા નહોતી. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધથી ભારતની ઉર્જા સપ્લાય ચેન અને ત્યાં વસતા એક કરોડ ભારતીયોની સુરક્ષા પર સીધી અસર પડી રહી છે.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More