News Continuous Bureau | Mumbai
BJP Maharashtra Election 2024 : બોરીવલી વિધાનસભાની સીટ ભાજપ માટે એક ટ્રોફી સીટ છે. એનો અર્થ એવો થાય છે કે આ સીટ એવા વ્યક્તિને આપવામાં આવે છે જે ભાજપના નેતાની ચાટુકારીતા કરવામાં માહેર હોય. જે વ્યક્તિ મહારાષ્ટ્ર ભાજપના નેતા અથવા કેન્દ્રીય ભાજપના નેતાની ચર્ચાગીરી કરે અને આ ચમચાગીરી સતત વર્ષો સુધી કરે તેને પુરસ્કાર સ્વરૂપે પાંચ વર્ષ માટે બોરીવલીના ધારાસભ્ય બનવાનો મોકો મળે છે.
ગત ત્રણ સમયથી ભારતીય જનતા પાર્ટી બોરીવલી થી એવા વ્યક્તિને ટિકિટ આપે છે જેનો બોરીવલી સાથે કોઈ સંબંધ નથી. આ ટિકિટ ત્યાં સુધી આપવામાં આવશે જ્યાં સુધી ભાજપના ઉમેદવારો અહીંથી જીતશે.
BJP Maharashtra Election 2024 : કાર્યકર્તા ગમે તેટલું કામ કરે તેને ટિકિટ મળવાની નથી
સ્થાનિક કાર્યકર્તાની પાર્ટીમાં કોઈ જ હેસિયત નથી. તે ગમે તેટલું કામ કરે તેને ટિકિટ મળવાની નથી. તો જે કોઈ વ્યક્તિને ભાજપ તરફથી બોરીવલી ની ટિકિટ જોઈતી હોય તે વ્યક્તિએ બોરીવલીમાં રહેવાની કે ત્યાં કામ કરવાની કોઈ જરૂર નથી. તેણે માત્ર મોટા નેતાઓના બારણે ચપ્પલ ઘસવાના તેમજ તેમની ચાટુકારીતા કરવી અને લાંગુચાલન પણ કરવાનું.
આ છે બોરીવલીની અસલી હકીકત….
આ સમાચાર પણ વાંચો: બોરીવલીનું રાજકારણ, વોટ ગુજરાતી પાસેથી લેવાના અને ટિકિટ બહારના ને આપીને રોલો પાડવાનો… ભાજપની બેવડી નીતિ બહાર આવી..