News Continuous Bureau | Mumbai
Jharkhand Rahul Gandhi: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે પૂર્ણ થયું હતું. પ્રથમ તબક્કામાં 81માંથી 43 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. હવે 20 નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં નેતાઓએ બીજા તબક્કા માટે જાહેર સભાઓનું આયોજન શરૂ કરી દીધું છે.
Jharkhand Rahul Gandhi: જુઓ વિડીયો
HUGE BREAKING 🚨⚡
LoP Rahul Gandhi’s helicopter denied permission from flying in Jharkhand
It’s been more than 2 hours but no permission granted yet 🚨
Why is Modi & BJP so scared? pic.twitter.com/WJltLvaB5p
— Ankit Mayank (@mr_mayank) November 15, 2024
Jharkhand Rahul Gandhi: 2 કલાક બાદ રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ગોડ્ડાથી ટેકઓફ થયું.
દરમિયાન આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગોડ્ડા પહોંચ્યા હતા. પરંતું રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ઝારખંડની મહાગામા વિધાનસભાના બાલબુટા હાઈસ્કૂલના મેદાનમાં ઉડવાની પરવાનગી આપવામાં આવી ન હતી. મળતી માહિતી મુજબ, ટેકનિકલ કારણોસર ATSએ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ઉડવાની મંજૂરી આપી ન હતી. જોકે રાહુલના હેલિકોપ્ટરને ઝારખંડમાં 2 કલાક બાદ ઉડાન ભરવાની પરવાનગી મળી હતી. જે બાદ રાહુલનું હેલિકોપ્ટર ગોડ્ડાથી ટેકઓફ થયું હતું.
આ સમાચાર પણ વાંચો : એનડીએમાં સામેલ થશે ઉદ્ધવ ઠાકરે? ભાજપ સાથે વાત કરવા તૈયાર થયા શિવસેના UBT ચીફ આ કામ માટે માફી પણ માંગી..
Jharkhand Rahul Gandhi: કોંગ્રેસ એ ચૂંટણી પંચને લખ્યો પત્ર
જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા કલ્પના સોરેનનું હેલિકોપ્ટર પણ બંધ થઈ ગયું હતું જેના કારણે લાતેહારમાં તેમની ચૂંટણી રેલી કેન્સલ કરવી પડી હતી. પરંતુ તેમ છતાં કલ્પના સોરેને તે જ જગ્યાએથી કોલ દ્વારા જાહેર સભાને સંબોધી હતી. કલ્પનાએ આ માટે ભાજપને પણ જવાબદાર ગણાવ્યું હતું. આ પહેલા સીએમ સોરેન અને તેમની પત્ની કલ્પના સોરેનનું હેલિકોપ્ટર પણ થોડા સમય માટે રોકાયું હતું, ત્યારબાદ કલ્પના સોરેને ફોન પર જનસભાને સંબોધી હતી. જેએમએમએ આ અંગે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો. ફરી એકવાર આવી ઘટના સામે આવી છે કે નો ફ્લાઈટ ઝોન પોલિસી મુજબ રાહુલ ગાંધીને લાંબો સમય રાહ જોવી પડી હતી. હવે કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ અંગે ચૂંટણી પંચને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપની માંગ કરી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)