Site icon

Maharashtra Assembly Election 2024: એકનાથ શિંદે બાદ ઉદ્ધવ ઠાકરે એક્શનમાં, આ બાગી નેતાઓ સામે કરી કડક કાર્યવાહી..

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે. પરંતુ ગઠબંધન અને ગઠબંધનની બેઠક ફાળવણીમાં ટિકિટ ન મળતા કેટલાક નેતાઓ નારાજ છે. તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. પાર્ટીએ આવા બળવાખોર નેતાઓ સામે કાર્યવાહી કરી છે.

Maharashtra Assembly Election 2024 Shiv Sena UBT expels former Hingoli MP Subhash Wankhede for anti-party activity

Maharashtra Assembly Election 2024 Shiv Sena UBT expels former Hingoli MP Subhash Wankhede for anti-party activity

News Continuous Bureau | Mumbai

 Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વચ્ચે ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટીએ બળવાખોરો સામે મોટી કાર્યવાહી કરી છે. હિંગોલીના પૂર્વ સાંસદ સુભાષ વાનખેડેને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના આદેશ પર પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. શિવસેનાના કેન્દ્રીય કાર્યાલય (UBT) તરફથી એક પ્રેસ રિલીઝ જારી કરીને આ માહિતી આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

 Maharashtra Assembly Election 2024: ઉદ્ધવ ઠાકરે એ  બળવાખોરો સામે કાર્યવાહી કરી 

મહત્વનું છે કે ઉદ્ધવ ઠાકરે અગાઉ પણ બળવાખોરો સામે કાર્યવાહી કરી ચૂક્યા છે. ઠાકરેએ પક્ષ વિરોધી ગતિવિધિઓને કારણે પાંચ નેતાઓની હકાલપટ્ટી કરી હતી. તેમાં ભિવંડીના પૂર્વ ધારાસભ્ય રૂપેશ મ્હાત્રે, વિશ્વાસ નાંદેકર, ચંદ્રકાંત ઘુગુલ, સંજય અવારી અને પ્રસાદ ઠાકરેનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : PM Modi Maharashtra : મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર આવતાની સાથે જ દેવેન્દ્ર ફડણવીસની આ ઇચ્છા પૂરી કરશે વડાપ્રધાન, PM મોદીએ આપ્યું મોટું વચન

આ ઉપરાંત વાણી વિધાનસભા જિલ્લા પ્રમુખ વિશ્વાસ નંદેક, ઝરી તાલુકા પ્રમુખ ચંદ્રકાંત ઘુગુલ, મારેગાંવ તાલુકા પ્રમુખ સંજય અવારી, યવતમાલ જિલ્લાના વાણી તાલુકા પ્રમુખ પ્રસાદ ઠાકરેને પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

 Maharashtra Assembly Election 2024: ઉદ્ધવ ઠાકરેએ અલ્ટીમેટમ આપ્યું હતું

નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 4 નવેમ્બરે નામાંકન પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. MVAના અન્ય સાથી પક્ષોમાં શિવસેના અને UBT સહિત ઘણા નેતાઓ એવા હતા જેમણે બળવાખોર તરીકે સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી હતી. આવી સ્થિતિમાં, MVA ઘટક શરદ પવાર (NCP SP) અને ઉદ્ધવ ઠાકરે (શિવસેના UBT) ના વડાઓએ તેમના બળવાખોર નેતાઓને છેલ્લી તક આપીને અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો સમયસર નામો પાછા ખેંચવામાં નહીં આવે તો પાર્ટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન ઘણા નેતાઓએ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા, પરંતુ ઘણા પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા. હવે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ આ નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

 

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં એક તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે અને મતગણતરી 23 નવેમ્બરે થશે.

 

 

India-Nepal Trade: અમેરિકન ટેરિફ ની વચ્ચે ભારત પર ‘ડબલ સ્ટ્રાઇક’! નેપાળ ની આંતરિક પરિસ્થિતિ છે જવાબદાર
Nepal Government: નેપાળ સરકારનો યુ-ટર્ન: વ્યાપક વિરોધ અને હિંસા બાદ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવતા આપ્યું આવું કારણ
Nepal: નેપાળની ડૂબતી અર્થવ્યવસ્થા અને વધતા દેવાનો ફાયદો ઉઠાવી રહ્યું છે ચીન? જાણો ભારત માટે શું છે પડકારો
Vice Presidential Election: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી ના મતદાનથી દૂર રહેલા ત્રણ પક્ષો કોનું ગણિત બનાવશે, કોનું બગાડશે?
Exit mobile version