News Continuous Bureau | Mumbai
Maharashtra Assembly Election: ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી ( Maharashtra election 2024 ) માટે તેના 99 સભ્યોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઘણા વર્તમાન ધારાસભ્યોની સાથે નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે. 20મી ઓક્ટોબરે બપોરે યાદી જાહેર થયા બાદ પક્ષના વરિષ્ઠ નેતાઓને ટિકિટ ન મળતા ઉમેદવારોની નારાજગી દૂર કરવાનો પડકાર હતો ત્યારે તેમાંથી કેટલાકે તુરંત જ આત્યંતિક નિર્ણયો લઈ લીધાનું જોવા મળી રહ્યું છે. આવો જ રાજકીય ડ્રામા ( Maharashtra politics ) દક્ષિણ મુંબઈમાં જોવા મળે તેવી શક્યતા છે. રાજકીય વર્તુળોમાં અટકળો છે કે વિધાનસભા માટે ભાજપની પ્રથમ યાદી જાહેર થતાં જ દક્ષિણ મુંબઈ જેવા હાઈપ્રોફાઈલ મતવિસ્તારોમાંથી પહેલો બળવો થશે.
Maharashtra Assembly Election: આ નેતા બળવો કરશે
ભાજપે દક્ષિણ મુંબઈના કોલાબા બેઠક ( Coaba seat ) પરથી વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને ટિકિટ આપી છે. પરંતુ આ નિર્ણય બાદ પૂર્વ મંત્રી રાજ પુરોહિત દક્ષિણ મુંબઈથી ભાજપ ( BJP ) ને મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યા છે. અહેવાલ છે કે રાજ પુરોહિત મહાવિકાસ અઘાડીના માર્ગ પર છે. પુરોહિત કોલાબા બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છે છે. પુરોહિતે ભારતીય જનતા પાર્ટી પાસે કોલાબા માંથી ટિકિટ આપવાની માંગ કરી હતી. પરંતુ તેમની માંગ પાર્ટીએ ફગાવી દીધી હતી. ભાજપે આ બેઠક પરથી રાહુલ નાર્વેકરને ટિકિટ આપી હોવાથી હવે પુરોહિત બળવાના માર્ગે હોવાની માહિતી મળી રહી છે. રાજ પુરોહિત મુંબઈ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના વરિષ્ઠ નેતા છે.
Maharashtra Assembly Election: ઠાકરેની સેનામાં સીધો પ્રવેશ?
પુરોહિત બળવો કરીને ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray ) ની શિવસેનામાં જોડાશે તેવું કહેવાય છે. રાહુલ નાર્વેકરની સામે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાંથી રાજ પુરોહિત જેવા અનુભવી અને વરિષ્ઠ નેતાને ટિકિટ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જો ખરેખર પુરોહિતને ટિકિટ મળે તો કોલાબા પુરોહિત vs નાર્વેકરની લડાઈના સાક્ષી બની શકે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Election: શું MVA માં સીટ વહેંચણીનો મુદ્દો ઉકેલાઈ ગયો? આજે મહાવિકાસ અઘાડી કરશે મહત્વની પ્રેસ કોન્ફરન્સ..
Maharashtra Election: મુંબઈ સહિત ઉપનગરોમાં ભાજપના મુખ્ય ઉમેદવારો નીચે મુજબ છે.
કોલાબા – રાહુલ નાર્વેકર
મલબાર હિલ – મંગલ પ્રભાત લોઢા
વડાલા – કાલિદાસ કોલંબકર
સાયન કોળીવાડા – આર. તમિલ સેલવાન
બાંદ્રા પશ્ચિમ – આશિષ શેલાર
ઘાટકોપર પશ્ચિમ – રામ કદમ
વિલે પાર્લે – પરાગ અલવાણી
અંધેરી વેસ્ટ – અમિત સાટમ
ગોરેગાંવ – વિદ્યા ઠાકુર
મલાડ પશ્ચિમ – વિનોદ શેલાર
ચારકોપ – યોગેશ સાગર
કાંદિવલી પૂર્વ – અતુલ ભાતળાખ્કર
મુલુંડ – મિહિર કોટેચા
દહિસર- મનીષા ચૌધરી
બેલાપુર – મંદા મ્હાત્રે
ઐરોલી – ગણેશ નાઈક
થાણે – સંજય કેલકર
ડોમ્બિવલી – રવીન્દ્ર ચવ્હાણ
કલ્યાણ પૂર્વ – સુલભા ગાયકવાડ
