Site icon

Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્રમાં સાંજે 5 વાગ્યા સુધી 58.22 ટકા મતદાન, મુંબઈમાં સૌથી ઓછું; જાણો ક્યા કેટલું થયું મતદાન…

Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્રમાં સાંજે 5 વાગ્યા સુધી 58.22 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન ગઢચિરોલીમાં 69.63 ટકા અને સૌથી ઓછું 49.07 ટકા મુંબઈ શહેરમાં થયું હતું.

Maharashtra Assembly Elections 2024 State-level voter turnout at 58.22% till 5pm, Mumbai city lowest at 49.07%

Maharashtra Assembly Elections 2024 State-level voter turnout at 58.22% till 5pm, Mumbai city lowest at 49.07%

 News Continuous Bureau | Mumbai

Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલુ છે. આ ચૂંટણીઓમાં, શાસક ‘મહાયુતિ’ ગઠબંધન સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે જ્યારે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA) સત્તામાં પાછા ફરવાની આશા રાખી રહ્યું છે. તમામ 288 વિધાનસભા બેઠકો પર મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. મતગણતરી 23 નવેમ્બરે થશે.

Join Our WhatsApp Community

 Maharashtra Assembly Elections 2024 : મુંબઈ શહેરમાં  49.07% મતદાન 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 288 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. આ વિધાનસભા ચૂંટણીમાં 6 મોટી પાર્ટીઓ બે ગઠબંધન સાથે ચૂંટણી લડી રહી છે, જ્યારે કુલ 158 પાર્ટીઓ ચૂંટણી મેદાનમાં છે. મહારાષ્ટ્ર ચૂંટણી 2024માં સાંજે 5 વાગ્યા સુધી 58.22% મતદાન થયું હતું. ગઢચિરોલીમાં સૌથી વધુ 69.63% અને મુંબઈ શહેરમાં સૌથી ઓછા 49.07% મતદાન થયું હતું. 

Maharashtra Assembly Elections 2024 : એકનાથ શિંદેએ પોતાનો મત આપ્યો

મહારાષ્ટ્રના સીએમ અને કોપરી-પચપાખાડી વિધાનસભા સીટ પરથી શિવસેનાના ઉમેદવાર એકનાથ શિંદેએ પોતાનો મત આપ્યો. મહારાષ્ટ્રના સીએમ અને કોપરી-પચપખાડી વિધાનસભા સીટ પરથી શિવસેનાના ઉમેદવાર એકનાથ શિંદેએ કહ્યું, “આજે લોકશાહીનો ઉત્સવ છે. દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ. તેનાથી દેશ મજબૂત બનશે… લોકોએ અઢી વર્ષનું અમારું કામ જોયું છે અને તેમનું પણ.” અમે જોયું છે કે જે વિકાસ અટકી ગયો હતો, અમે તેને શરૂ કર્યો.

આ સમાચાર પણ વાંચો Maharashtra Exit Poll : મહારાષ્ટ્ર માં કોની સરકાર આવશે? ટૂંક સમયમાં આવશે એક્ઝિટ પોલ;  શું સાચા સાબિત થશે એક્ઝિટ પોલ? સમજો ગણીત

Maharashtra Assembly Elections 2024 : ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ એ કર્યું મતદાન 

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ અક્ષય કુમાર રાજકુમાર રાવ, ફરહાન અખ્તર મતદાન કરવા આવ્યા હતા. સચિન તેંડુલકરે પણ પોતાના પરિવાર સાથે મુંબઈના મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો અને લોકોને ઘરની બહાર આવીને મતદાનની જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી. NCP અજિત પવારના નેતા બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાને કહ્યું- પહેલીવાર હું એકલો વોટ આપવા આવ્યો છું, હું તેમની કબર પર ગયો હતો. પિતા મારી સાથે છે.

 

 

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
UPS plane crash: અમેરિકામાં ભીષણ વિમાન દુર્ઘટના! સાત લોકોના મૃત્યુ, આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Zohrab Mamdani: અમેરિકાની ચૂંટણીમાં ભારતીયોનો દબદબો: ઝોહરાન મમદાની ઉપરાંત આ ભારતીયો એ પણ જીતનો ઝંડો લહેરાવ્યો
Exit mobile version