News Continuous Bureau | Mumbai
Maharashtra Election: મહારાષ્ટ્રમાં નોમિનેશન શરૂ થઈ ગયું છે, પરંતુ હજુ સુધી મહાવિકાસ અઘાડીની બેઠકો અંગે કોઈ સહમતિ બની શકી નથી. અગાઉ 85-85-85ની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવી હતી, જેમાં ત્રણેય પક્ષોને 85-85 બેઠકો મળવાની હતી. બાકીની બેઠકો પર વાતચીત થઈ શકી નહોતી. હવે સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસ, ઉદ્ધવ જૂથ અને NCP શરદ પવાર જૂથ વચ્ચે એક નવી ફોર્મ્યુલા પર સહમતિ બની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય પક્ષો સમાન સંખ્યામાં બેઠકો પર ચૂંટણી લડી શકે છે.
Maharashtra Election: મહાવિકાસ આઘાડીના નવા ફોર્મ્યુલા નક્કી ?
મીડિયા રિપોર્ટ અનુસાર મહાવિકાસ આઘાડીના નવા ફોર્મ્યુલા હેઠળ કોંગ્રેસ, ઉદ્ધવ જૂથ અને NCP શરદ પવાર જૂથ 90-90-90 બેઠકો પર ચૂંટણી લડશે. બાકીની 18 બેઠકો સાથી પક્ષને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા સીટો છે. અહેવાલ છે કે મહાવિકાસ અઘાડીના તમામ પક્ષોએ આ નિર્ણયને સ્વીકારી લીધો છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થઈ શકે છે.
Maharashtra Election: ઉદ્ધવ જૂથ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર હતી
મહત્વનું છે કે અગાઉ ત્રણેય પક્ષોએ 85-85 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પરંતુ 28 બેઠકો એવી હતી જેના પર સમજૂતી થઈ શકી ન હતી. કોંગ્રેસ અને શિવસેના ઉદ્ધવ જૂથ વચ્ચે ટક્કર ચાલી રહી છે. કારણ કે બંને પક્ષો એકબીજાની સીટો પર દાવેદારી કરી રહ્યા હતા. પરંતુ હવે તેમની વચ્ચે સહમતિ બની હોવાનું જણાય છે. કારણ કે ત્રણેયને સરખી સંખ્યામાં બેઠકો મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Election 2024: આદિત્ય ઠાકરે સામે એકનાથ શિંદેનો મોટો દાવ, વરલી સીટ માટે આ નેતાને ઉતાર્યા મેદાનમાં…
Maharashtra Election: આ બેઠકોને લઈને મતભેદ હતો
વિદર્ભ અને મુંબઈની બેઠકોને લઈને વધુ મતભેદો હતા. સમાજવાદી પાર્ટીને સીટો આપવાનો મુદ્દો પણ અટવાઈ ગયો હતો, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સમજૂતી થઈ ગઈ છે. ઈન્ડિયા એલાયન્સના તમામ સહયોગીઓને બેઠકો આપવામાં આવશે. મહાગઠબંધનના નેતાઓ સ્પષ્ટપણે કહે છે કે અમે સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છીએ અને એક-બે બેઠકને લઈને કોઈ મોટી વાત નથી.
