Site icon

Maharashtra Election Results 2024 Live: મહાયુતિ પ્રચંડ બહુમતિ તરફ, શિંદે જૂથના આ બે ઉમેદવારો ચૂંટણી જીત્યા..જુઓ લાઈવ અપડેટ્સ

Maharashtra Assembly Election Results 2024: 23 નવેમ્બરે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. રાજ્યમાં 4,136 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. રાજ્યમાં 9 કરોડ 70 લાખ 25 હજાર 119 મતદારો માટે 1,00,427 મતદાન મથકો પર મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. મતદારોએ આ વર્ષે રેકોર્ડ મતદાન કર્યું છે. તેથી, રાજ્યમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી (MVA)ના નેતા કોણ હશે તેના પર તમામની નજર મંડાયેલી છે.

Maharashtra Election Results 2024 Live Mahayuti seeks to retain power, MVA hopes for a game-changing victory

Maharashtra Election Results 2024 Live Mahayuti seeks to retain power, MVA hopes for a game-changing victory

   News Continuous Bureau | Mumbai

 Maharashtra Assembly Election Results 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો છે. મહાયુતિ ફરી સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. તો MVA તેની સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. જો મહાયુતિ ફરીથી જીત નોંધાવે છે, તો તે ફરીથી સત્તામાં આવશે. જો કે તેને કેટલી સીટો મળશે અને રાજ્યના મુખ્યમંત્રી કોણ બનશે? તેના પર સૌની નજર છે. ચૂંટણી પરિણામો સંબંધિત દરેક અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Join Our WhatsApp Community

8:00 AM Maharashtra Assembly Election Results 2024:  8 વાગ્યે મતગણતરી શરૂ થઈ

રાજ્યભરમાં 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં પોસ્ટલ વોટનો ટ્રેન્ડ ઉપલબ્ધ થશે. 20 નવેમ્બરે રાજ્યના 9 કરોડ 70 લાખ 25 હજાર 119 મતદારોમાંથી 6 કરોડ 44 લાખ 88 હજાર 195 મતદારોએ તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાનની ટકાવારી 66.05 રહી હતી. 158 નાના પક્ષો અને અપક્ષો 4 હજાર 136 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.

8:30 AM Maharashtra Assembly Election Results 2024: શરૂઆતના વલણમાં મહાયુતિ આગળ  

મહારાષ્ટ્રમાં પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ છે. શરૂઆતના વલણમાં મહાયુતિ ને લીડ મળતી જોવા મળી રહી છે. શાસક ગઠબંધન 40 બેઠકો પર આગળ છે. જ્યારે વિપક્ષના મહા વિકાસ અઘાડી ગઠબંધનની વાત કરીએ તો હાલમાં MVA ગઠબંધન 7 સીટો પર આગળ છે. ટ્રેન્ડની દૃષ્ટિએ મહાયુતિ મહા વિકાસ આઘાડી કરતાં ઘણી આગળ હોવાનું જણાય છે.

0:09 AM Maharashtra Assembly Election Results 2024: મહાવિકાસ આઘાડીએ જબરદસ્ત વાપસી કરી 

મહારાષ્ટ્રના ટ્રેન્ડમાં મહાવિકાસ આઘાડીએ જબરદસ્ત વાપસી કરી છે. હવે MVA ગઠબંધન 83 સીટો પર આગળ છે. મહાયુતિ ગઠબંધનની વાત કરીએ તો તે સદી વટાવી ચૂક્યું છે અને 115 સીટો પર આગળ છે. પરિણામો પર નજર કરીએ તો મહારાષ્ટ્રના ચૂંટણી વલણોમાં બંને ગઠબંધન વચ્ચે ગાઢ મુકાબલો જોવા મળી રહ્યો છે.

10:00 AM Maharashtra Assembly Election Results 2024: મહારાષ્ટ્રમાં ભાજપ 131 સીટો પર આગળ 

મહારાષ્ટ્રમાં ભાજપ 131 સીટો પર, શિવસેના (શિંદે) 48 સીટો પર, એનસીપી (અજિત પવાર) 31 સીટો પર આગળ છે. તે જ સમયે, કોંગ્રેસ 35 બેઠકો પર, શિવસેના (ઉદ્ધવ) 20 બેઠકો પર અને શરદ પવારની એનસીપી 10 બેઠકો પર આગળ છે. 

મહારાષ્ટ્રમાં ભાજપે 2014માં સૌથી વધુ 122 બેઠકો જીતી હતી. જો વલણો પરિણામોમાં પરિવર્તિત થાય છે, તો ભાજપ મહારાષ્ટ્રમાં સર્વકાલીન ઉચ્ચ રેકોર્ડ બનાવશે.

11:00 AM Maharashtra Assembly Election Results 2024:  મહાયુતિ માં ભાજપનો શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ; જાણો MVA ની સ્થિતિ..  

મહારાષ્ટ્રમાં ભાજપ 127 સીટો પર આગળ છે. શિવસેના (શિંદે) 55, એનસીપી (અજિત પવાર) 35 પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 20 બેઠકો પર આગળ છે, શિવસેના (ઉદ્ધવ) 16 પર, એનસીપી (શરદ પવાર) 13 બેઠકો પર.

12:00 AM Maharashtra Assembly Election Results 2024: ચૂંટણી પંચના સત્તાવાર વલણો અનુસાર, મહાયુતિ 215 બેઠકો પર આગળ 

મહારાષ્ટ્ર ચૂંટણી 2024ની મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના સત્તાવાર વલણો અનુસાર, મહાયુતિ રાજ્યની 288માંથી 215 બેઠકો પર આગળ છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને નાગપુર દક્ષિણ-પશ્ચિમના ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર ફડણવીસ તેમના મતવિસ્તારમાં 12,329 મતોના માર્જિનથી આગળ છે.

02:00 PM Maharashtra Assembly Election Results 2024: શિંદે જૂથના બે ઉમેદવારો ચૂંટણી જીત્યા

પાલઘરથી રાજેન્દ્ર ગાવિત અને ભિવંડી ગ્રામીણમાંથી શાંતારામ તુકારામ જીત્યા.

સતારાથી ભાજપના ઉમેદવાર શિવેન્દ્ર રાજે ભોંસલે જીત્યા

સતારા વિધાનસભા બેઠક પરથી ભાજપના શિવેન્દ્ર રાજે ભોસલેએ શિવસેનાના યુબીટી ઉમેદવારને 1 લાખ 42 હજાર મતોથી હરાવ્યા હતા.

NCP અજિત જૂથના ઉમેદવાર શંકરરાવ નિપારથી ચૂંટણી જીત્યા

03:00 PM Maharashtra Assembly Election Results 2024: કોણ ક્યાં જીત્યું..

  • અકોલા પૂર્વથી ભાજપના રણધીર સાવરકર 50 હજાર મતોથી જીત્યા
  • BJPના નીતિશ રાણે કણકાવલી સીટ પરથી 58 હજાર વોટે જીત્યા
  • NCP શરદ જૂથના ઉમેદવાર અભિજીત પાટીલ માધાથી ચૂંટણી જીત્યા
  • NCP અજિત જૂથના ઉમેદવાર શંકરરાવ નિપારથી ચૂંટણી જીત્યા
  • એનસીપી અજીત જૂથના ઉમેદવાર અદિતિ સુનીલ શ્રીવર્ધન સીટ પરથી ચૂંટણી જીત્યા

04:00 PM Maharashtra Assembly Election Results 2024: જલગાંવ સિટી ભાજપના  સુરેશ ભોલેથી જીત્યા

Israel Gaza: ટ્રમ્પના શાંતિ કરારના ઊડ્યા ધજાગરા, ઇઝરાયલે ગાઝા પર ફરી એરસ્ટ્રાઇક કરી, આટલા થી વધુ લોકોના મોત
India-China Border: મોદી-જિનપિંગ મુલાકાતની અસર, સરહદ વિવાદ ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે ફરી વાટાઘાટો શરૂ, શું સંબંધો સુધરશે?
US-China Trade: અમેરિકન ટેરિફમાંથી ચીનને રાહત? નાણા મંત્રી બેસેન્ટનો મોટો દાવો, ‘સમજૂતી દ્વારા સમાધાન શક્ય’
Donald Trump: ‘કોણ બૂમો પાડે છે?’ પત્રકારના સવાલ પર ટ્રમ્પે ગુસ્સે થઈને શું કહ્યું? જાણો વિવાદનું કારણ
Exit mobile version