Site icon

  Maharashtra elections 2024: NCPએ જાહેર કરી 38  ઉમેદવારોની પ્રથમ યાદી, અજિત પવાર પોતે અહીંથી લડશે ચૂંટણી; દિગ્ગજ નેતા નું પત્તુ કટ; જાણો કોને મળી ટિકિટ..

  Maharashtra elections 2024: મહારાષ્ટ્ર વિધાનસભાને ધ્યાનમાં રાખીને NCP અજિત પવાર જૂથે 38 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં સૌથી મહત્વની વાત એ છે કે 95% વર્તમાન ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. નવાબ મલિક અને સના મલિકના નામ આ યાદીમાં મોટા નેતાઓમાં સામેલ નથી. અજિત પવાર પોતે બારામતી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

Maharashtra elections 2024 NCP releases first list, Ajit Pawar to contest from Baramati

Maharashtra elections 2024 NCP releases first list, Ajit Pawar to contest from Baramati

News Continuous Bureau | Mumbai

Maharashtra elections 2024: મહારાષ્ટ્ર ચૂંટણી માટે NCP અજિત પવાર ( Ajit Pawar ) જૂથની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. પાર્ટીએ તેની પ્રથમ યાદી ( release first list ) માં 38 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. નાયબ મુખ્ય પ્રધાન અને પક્ષના વડા અજિત પવાર બારામતી ( Baramati ) થી, છગન ભુજબલ યેવલાથી, દિલીપ વળસે પાટીલ અંબેગાંવથી ચૂંટણી લડશે. જોકે અજીત પવારે કહ્યું હતું કે તેમને બારામતીથી ચૂંટણી લડવામાં રસ નથી, પરંતુ યાદી આવતા જ  સ્પષ્ટ થઇ ગયું છે કે તેઓ બારામતી બેઠક પરથી ફરી એકવાર પોતાનું નસીબ અજમાવશે.

Join Our WhatsApp Community

Maharashtra elections 2024: મુસ્લિમ મતોના વિભાજનની શક્યતા વધી ગઈ

તે જ સમયે, જિતેન્દ્ર આવ્હાડ સંયુક્ત NCPમાં કલવા મુંબ્રાથી લડી રહ્યા છે, પરંતુ હવે NCPએ તેમની સામે નજીબ મુલ્લાને ટિકિટ આપી છે. જેના કારણે મુસ્લિમ મતોના વિભાજનની શક્યતા વધી ગઈ છે. વાસ્તવમાં આ સીટ પર મુસ્લિમ મતદારો વિપુલ પ્રમાણમાં છે. આવી સ્થિતિમાં જિતેન્દ્ર આવ્હાડ માટે મુશ્કેલ બને તે નિશ્ચિત છે. જિતેન્દ્ર શરદ પવાર જૂથના નેતા છે.

મહત્વનું છે કે NCPની આ યાદીમાં વર્તમાન ધારાસભ્ય નવાબ મલિક ( Nawab Malik ) નું નામ નથી. તેમની જગ્યાએ તેમની પુત્રી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી હતી. એનસીપીએ તેમના નામાંકનની તારીખ પણ નક્કી કરી હતી, પરંતુ તે પછીથી પાછી ખેંચી લેવામાં આવી હતી અને હવે તેમનું નામ યાદીમાં નથી, તેથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પાર્ટી નવાબ મલિક પરિવારને સાઇડલાઇન કરી શકે છે.

Maharashtra elections 2024: NCP ઉમેદવારોની યાદી

Maharashtra elections 2024: કાલે જોડાયા અને  આજે ઉમેદવારી જાહેર 

રાજકુમાર બડોલે ગઈ કાલે NCPમાં જોડાયા હતા. તેમની ઉમેદવારી આજે જાહેર કરવામાં આવી છે. રાજેશ વિટ્ટેકરની માતા નિર્મલા વિટ્ટેકરને પણ ટિકિટ મળી છે. પ્રકાશ સોલંકેએ તેમના પુત્ર માટે ટિકિટની માંગ કરી હતી, પરંતુ એનસીપીએ તેમને ઉમેદવાર બનાવ્યા છે. હિરામન ખોસ્કર અને સુલભા ખોડકે કોંગ્રેસમાંથી NCPમાં જોડાયા અને પાર્ટીએ તેમની ઉમેદવારી જાહેર કરી છે. 

આ સમાચાર પણ વાંચો : Maharashtra elections 2024: રાજ ઠાકરે એ 45 બેઠકો માટે MNSની પ્રથમ યાદી જાહેર,  પુત્ર અમિત ઠાકરે  આ બેઠક પરથી લડશે વિધાનસભાની ચૂંટણી…

Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Single women: એકલ મહિલાઓ માટે પુનર્વિવાહ માટે આર્થિક સહાય; રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
Tejashwi Yadav: ‘દરેક મહિલાના ખાતામાં 14 જાન્યુઆરીએ આવશે આટલા હજાર’, પ્રચાર પૂરો થતા પહેલાં તેજસ્વીની મોટી જાહેરાત
Exit mobile version