Site icon

Maharashtra Exit Polls: મુંબઈની 36 બેઠકો પર કોણ કરશે રાજ, મહાયુતિ કે MVA… કોની બનશે સરકાર? આ સર્વેના આંકડા છે ચોંકાવનારા..

Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયાના એક દિવસ પછી, એક્સિસ માય ઇન્ડિયાએ તેના એક્ઝિટ પોલના પરિણામો જાહેર કર્યા છે. એક્ઝિટ પોલના આંકડાઓ શાસક મહાયુતિ ગઠબંધનને ખુશ કરી શકે છે, ત્યારે સત્તામાં પાછા ફરવાની આશા રાખતી મહા વિકાસ અઘાડી (MVA) નિરાશ થઈ શકે છે.

Maharashtra Exit Polls Axis My India Predicts Maya Yuti to Win 36 Seats Out of 58 in Western Maharashtra

Maharashtra Exit Polls Axis My India Predicts Maya Yuti to Win 36 Seats Out of 58 in Western Maharashtra

News Continuous Bureau | Mumbai

Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. હવે તમામની નજર પરિણામો પર ટકેલી છે, જો કે ઘણા લોકોના અંદાજ અલગ-અલગ છે, પરંતુ મોટાભાગના એક્ઝિટ પોલ ના આંકડા દર્શાવે છે કે મહાયુતિ આવશે. એક્ઝિટ પોલના પરિણામોએ ચૂંટણી પરિણામોનું ચિત્ર કંઈક અંશે સ્પષ્ટ કર્યું છે. દરમિયાન, એક્સિસ માય ઈન્ડિયાનો સર્વે બહાર આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે મુંબઈમાં કોનો રાજ હશે, મહાયુતિ કે મહાવિકાસ આઘાડી.

Join Our WhatsApp Community

એક્સિસ માય ઈન્ડિયાના સર્વે અનુસાર મહાયુતિ મુંબઈની 36માંથી 22 સીટો પર કબજો કરી શકે છે. જ્યારે MVAને 14 બેઠકો મળી શકે છે. જો કે આ સર્વેમાં એક પણ સીટ અન્યના ખાતામાં દેખાતી નથી.

 Maharashtra Exit Polls: કોને કેટલો વોટ શેર મળે છે?

જો સીટ શેરિંગની વાત કરીએ તો એક્સિસ માય ઈન્ડિયાના સર્વે પ્રમાણે મુંબઈની 36 સીટો પર 45 ટકા વોટ મહાયુતિના ખાતામાં જઈ શકે છે, જ્યારે 43 ટકા વોટ મહાવિકાસ અઘાડીને જઈ શકે છે. જ્યારે બહુજન વિકાસ આઘાડીને બે ટકા વોટ મળી શકે છે. આ સિવાય અન્ય લોકોને 10 ટકા વોટ શેર મળી શકે છે.

 Maharashtra Exit Polls: કોંકણ-થાણેમાં કોણ જીતશે ?

મુંબઈ ઉપરાંત કોંકણ-થાણે ક્ષેત્રમાં પણ મહાયુતિ જીતતી જોવા મળી રહી છે. એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર, મહારાષ્ટ્રના કોંકણ અને થાણેની 39 બેઠકોમાંથી મહાયુતિ 24 બેઠકો જીતી શકે છે, જ્યારે મહાવિકાસ અઘાડી 13 બેઠકો કબજે કરી શકે છે. આ સિવાય આ પ્રદેશની બે બેઠકો અન્યને પણ જઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રની એ ‘હોટ સીટ’ જ્યાંથી ચૂંટણી મેદાને ત્રણેય સેનાએ ઉતાર્યા છે પોતાના ઉમેદવાર, અહીં થયું સૌથી વધુ મતદાન.. જાણો આંકડા..

 Maharashtra Exit Polls: કોની વોટ ટકાવારી વધુ છે?

જો આપણે અહીં વોટ શેર પર નજર કરીએ તો આ સર્વે અનુસાર મહાયુતિને 50 ટકા વોટ શેર મળી શકે છે, જ્યારે કોંકણ-થાણેમાં MVAને 33 ટકા વોટ શેર મળવાની ધારણા છે. આ પ્રદેશમાં BVAને બે ટકા વોટ શેર મળી શકે છે જ્યારે અન્યને 15 ટકા વોટ શેર મળી શકે છે.

BMC Mayor Election 2026: મુંબઈના મેયર પદની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું! તારીખ જાહેર થતા જ મહાયુતિમાં ખળભળાટ; શિંદે કે ભાજપ, કોણ બનશે મુંબઈનો નવો ‘નાથ’?.
Mira-Bhayandar Metro Update: મીરા-ભાઈંદર ટુ અંધેરી… હવે મેટ્રોમાં દોડશે જિંદગી! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને કહો બાય-બાય, જાણો ક્યારથી શરૂ થશે મેટ્રો લાઇન-9
BMC Election Twist: ઉદ્ધવ ઠાકરેનો માસ્ટર સ્ટ્રોક! BMC માં સત્તા પલટવાની તૈયારી? ‘6 બેઠકો’ નું એવું ગણિત કે વિરોધીઓના હોશ ઉડી જશે.
Donald Trump’s Peace Plan: ડોનાલ્ડ ટ્રમ્પની ‘શાંતિ યોજના’માં કાશ્મીરનો ઉલ્લેખ! શું અમેરિકા ભારતની આંતરિક બાબતોમાં દખલ કરશે? જાણો દિલ્હીમાં કેમ મચી છે હલચલ
Exit mobile version