Site icon

   Maharashtra polls : મૂંઝવણ કે રાજકીય દાવ?  મહારાષ્ટ્રમાં CMના ચહેરા પર સસ્પેન્સ રાખીને ભાજપ શું કરી રહી છે? સમજો સરળ શબ્દોમાં.. 

 Maharashtra polls : મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો પર 20 નવેમ્બરે મતદાન થવાનું છે. તે જ સમયે, ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. દરમિયાન, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મેટરાઇઝ સર્વે બહાર આવ્યો છે. આવામાં રાજ્યમાં કોની સરકાર બનવા જઈ રહી છે, મહાયુતિની કે મહાવિકાસ આઘાડીની? સર્વેમાં આ વાત સામે આવી છે.

Maharashtra Polls BJP suspense on cm face eknath shinde shiv sena amit shah

Maharashtra Polls BJP suspense on cm face eknath shinde shiv sena amit shah

News Continuous Bureau | Mumbai

Maharashtra polls : મહારાષ્ટ્રમાં  વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે. મતદાનને આડે 10 દિવસથી પણ ઓછો સમય બાકી છે. દરમિયાન  મહાયુતિ અને મવિયામાં  મુખ્યમંત્રીના ચહેરાને લઈને હજુ પણ સસ્પેન્સ છે. રવિવારે જાહેરનામું બહાર પાડતી વખતે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે એકનાથ શિંદે ચોક્કસપણે વર્તમાન સીએમ છે, પરંતુ પરિણામો પછી, ગઠબંધનમાં ત્રણેય પક્ષો નવા સીએમ વિશે નિર્ણય કરશે.

Join Our WhatsApp Community

Maharashtra polls : એકનાથ શિંદે સાથે કોઈ નિશ્ચિત ડીલ નથી

ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા અમિત શાહે કહ્યું કે હાલમાં અમારા મુખ્યમંત્રી એકનાથ શિંદે છે, પરંતુ નવા મુખ્યમંત્રી અંગેનો નિર્ણય ત્રણ એનડીએ પક્ષો – ભાજપ, શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીની બેઠક દ્વારા ચૂંટણી પછી લેવામાં આવશે. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે એકનાથ શિંદે સીએમનો ચહેરો નથી. આ રીતે ભાજપ ચૂંટણી પહેલા સીએમ પદને લઈને કોઈ પ્રતિબદ્ધતા કરવા માંગતી નથી જેથી ચૂંટણી પછી યુ-ટર્ન ન લઈ શકે. એટલા માટે તે કોઈ નિશ્ચિત ડીલ નથી કરી રહી અને સીએમ ચહેરાનો વિકલ્પ ખુલ્લો રાખવા માંગે છે.

Maharashtra polls : લોકસભાની ચૂંટણીમાં સફળ થઈ શકી નહોતી.. 

મહત્વનું છે કે શિવસેના સાથે સમાધાન કરવા અને સમયની રાજકીય તાકીદને સમજવા માટે, ભાજપે 2022માં એકનાથ શિંદેને સીએમ બનાવવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ભાજપે જે યોજના સાથે શિંદે અને અજિત પવારને સાથે લીધા હતા, તે લોકસભાની ચૂંટણીમાં સફળ થઈ શકી નથી. અજિત પવાર પોતાનો ગઢ બચાવી શક્યા ન હતા અને શિંદે પણ ઉદ્ધવ ઠાકરે સામે હારેલા દેખાતા હતા. આવી સ્થિતિમાં બીજેપી મહારાષ્ટ્રમાં પોતાના સીએમને જાળવી રાખવાનો વિકલ્પ રાખી રહી છે અને આ જ કારણ છે કે તે શિંદેના નામની પુષ્ટિ નથી કરી રહી. અમિત શાહના કહેવાથી સ્પષ્ટ છે કે ચૂંટણી પછીના સંજોગોને ધ્યાનમાં રાખીને ભાજપ સીએમ ચહેરા અંગે નિર્ણય લેશે.

આ સમાચાર પણ વાંચો:  મહારાષ્ટ્ર માં ચૂંટણી પહેલા મહાયુતીમાં આંતરીક ભંગાણ?? અજિત પવારના ઉમેદવારો માટે મોદી-શાહની એક પણ સભા નહીં; શું છે કારણ?

રાજકીય વિશ્લેષકોના મતે ભાજપ શિંદેને સીએમ ચહેરો બનાવીને ઓબીસી સમુદાયના મતોને નારાજ કરવા માંગતી નથી. અનામત આંદોલનને કારણે મરાઠા વિરુદ્ધ ઓબીસી અને ધનગર વિરુદ્ધ આદિવાસીનો મુદ્દો પહેલેથી જ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં જો કોઈ એક સમુદાયના નેતા મુખ્યમંત્રીના ચહેરાને પ્રોજેકટ કરે છે તો અન્ય લોકો નારાજ થવાની ભીતિ છે. તેથી જ ભાજપે શિંદેનું નામ ટાળ્યું છે અને ચૂંટણી પછી સીએમ અંગે નિર્ણય લેવાની વાત કરીને બધાને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે.

Maharashtra polls : સસ્પેન્સ જાળવવા માટે CM પર હોડ

વિશેષલકોનું કહેવું છે કે ભાજપ મહારાષ્ટ્રમાં સીએમ ચહેરા પર આવી દ્વિધા જાળવી રાખવા માંગે છે, જેમાં તેનો પોતાનો રાજકીય ફાયદો છે. કોઈપણ ચહેરાને આગળ કર્યા વિના ચૂંટણીમાં ઉતરીને, ભાજપના તમામ નેતાઓ સંયુક્ત પ્રયાસો કરે છે, કારણ કે ભાજપ રાજ્યની શિવસેના (UBT) અને NCP (S) જેવી પાર્ટી નથી. ભાજપ અને કોંગ્રેસ એવી પાર્ટીઓ છે, જ્યાં પાર્ટીના કોઈપણ નેતાને મુખ્યમંત્રી બનવાની તક મળી શકે છે. તેથી જ ભાજપ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને આવી દ્વિધા જાળવી રાખવા માંગે છે જેથી પાર્ટીના તમામ નેતાઓ અને તેમના કાર્યકરો એક થઈને પાર્ટીને જીત અપાવવામાં ભૂમિકા ભજવે.

 

 

Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Peru: પેરૂમાં રાજકીય સંકટ: નવા રાષ્ટ્રપતિ સામે ઉગ્ર વિરોધ, હિંસા ફાટી નીકળતાં એક વ્યક્તિનું મોત અને આટલા થયા ઘાયલ
Shahbaz Sharif: પાકિસ્તાનની બેવડી નીતિ: તાલિબાનના હુમલાથી ગભરાઈને ભારત પર દોષ ઢોળ્યો, પણ શાંતિ વાટાઘાટોની લગાવી ગુહાર
Bihar Elections 2025: નીતિશ કુમારના મુખ્યમંત્રી પદ પર સસ્પેન્સ: ભાજપના ‘ડબલ સિગ્નલ’થી બિહારની રાજનીતિમાં મોટી હલચલ
Exit mobile version