News Continuous Bureau | Mumbai
Mumbai Election Result LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટી (BJP), NCP અને શિવસેનાના મહાગઠબંધનને બહુમતી મળી છે. મહાયુતિ 288માંથી 220થી વધુ સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે) અને NCP (શરદ પવાર)ના મહાવિકાસ અઘાડી ગઠબંધન 50 થી વધુ બેઠકો પર આગળ છે.
Mumbai Election Result LIVE: મુંબઈમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડી (MVA) વચ્ચે વર્ચસ્વની લડાઈ
મહત્વનું છે કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મુંબઈમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડી (MVA) વચ્ચે વર્ચસ્વની લડાઈ જોવા મળી રહી છે. રાજ્યની 288માંથી મુંબઈની 36 વિધાનસભા બેઠકો પર ખૂબ જ રોમાંચક મુકાબલો છે. આ બેઠકો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. માયાનગરીના લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કરીને 2019નો રેકોર્ડ તોડ્યો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી (ભાજપ), એનસીપી અને શિવસેનાનું મહાગઠબંધન છે, તો બીજી બાજુ કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે) અને એનસીપી (શરદ પવાર)નું મહાવિકાસ અઘાડી ગઠબંધન છે. આ વખતે મુંબઈની કુલ 36 બેઠકો માટે 420થી વધુ ઉમેદવારો મેદાનમાં છે.
Mumbai Election Result LIVE: કયા મતવિસ્તારથી કોણ આગળ
પ્રારંભિક વલણોમાં, આદિત્ય ઉદ્ધવ ઠાકરે વર્લીથી, રાહુલ સુરેશ નાર્વેકર કોલાબાથી અને નવાબ મલિક માનખુર્દ શિવાજીનગરથી આગળ તો કોપરી-પચપાખાડીથી શિંદે 3746 મતથી આગળ છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Assembly Election Result: બીજેપીમાં જશ્નનો માહોલ, ભાજપ કાર્યાલયમાં મીઠાઈઓ પહોંચવાનું શરૂ… જુઓ વિડીયો..
Mumbai Election Result LIVE: વડાલા બેઠક પરથી ભાજપની જીત
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનુ સૌ પ્રથમ પરિણામ વડાલા બેઠકનું આવ્યું છે. વડાલા બેઠક પરથી ભાજપના કાળીદાસ નીલકંઠ કોલમંકર તેમના નજીકના પ્રતિસ્પર્ધી કરતા 24973 મતે વિજય મેળવ્યો છે.
જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થયું હતું. 2019ની સરખામણીએ આ વખતે 4% વધુ મતદાન થયું છે. 2019માં 61.4% વોટ પડ્યા હતા. આ વખતે 65.11% મતદાન થયું છે.
Mumbai Election Result LIVE: કાંદિવલી, ચારકોપ, મલબાર હિલ પરિણામ જાહેર
મહારાષ્ટ્રની ચૂંટણીમાં મુંબઈના અંધેરી પૂર્વ મતવિસ્તારમાંથી શિવસેના શિંદે જૂથના મુરજી પટેલ જીત્યા છે. માનખુર્દ-શિવાજી નગરથી સમાજવાદી પાર્ટીના અબુ આઝમી જીત્યા છે. તેમણે NCPની ટિકિટ પર ચૂંટણી લડનારા નવાબ મલિકને હરાવ્યા છે. કાંદિવલી ઈસ્ટથી બીજેપીના અતુલ ભાટખાલકર જીત્યા છે, બીજેપીના યોગેશ સાગર ચારકોપથી જીત્યા છે. મલબાર હિલથી ભાજપના મંગલપ્રભાત લોઢાનો વિજય થયો છે.