News Continuous Bureau | Mumbai
Mumbai Election Results LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડ ડેટા ભારતીય જનતા પાર્ટી (BJP), NCP (અજિત પવાર જૂથ) અને શિવસેના (એકનાથ શિંદે જૂથ) ના મહાગઠબંધન માટે સારા સમાચાર લાવી રહ્યા છે. ટ્રેન્ડ મુજબ મહાયુતિ ફરી એકવાર સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. ગઠબંધન 200 થી વધુ સીટો પર આગળ છે અને સવારથી આંકડો 200 ની આસપાસ છે. તેનો અર્થ એ છે કે મહાયુતિ બહુમતીના આંકડાથી ઘણું આગળ વધી ગયું છે.
Mumbai Election Results LIVE:કાંદિવલી, ચારકોપ, મલબાર હિલ પરિણામ જાહેર
મહારાષ્ટ્રની ચૂંટણીમાં મુંબઈના અંધેરી પૂર્વ મતવિસ્તારમાંથી શિવસેના શિંદે જૂથના મુરજી પટેલ જીત્યા છે. માનખુર્દ-શિવાજી નગરથી સમાજવાદી પાર્ટીના અબુ આઝમી જીત્યા છે. તેમણે NCPની ટિકિટ પર ચૂંટણી લડનારા નવાબ મલિકને હરાવ્યા છે. કાંદિવલી ઈસ્ટથી બીજેપીના અતુલ ભાટખાલકર જીત્યા છે, બીજેપીના યોગેશ સાગર ચારકોપથી જીત્યા છે. મલબાર હિલથી ભાજપના મંગલપ્રભાત લોઢાનો વિજય થયો છે.
Mumbai Election Results LIVE: ઘાટકોપર બેઠક પરથી ભાજપની જીત
ઘાટકોપર બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરાગ શાહ 34,999 મતોથી જીત્યા. તેમણે NCP શરદ જૂથના રાખી જાધવને હરાવ્યા હતા.
જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થયું હતું. 2019ની સરખામણીએ આ વખતે 4% વધુ મતદાન થયું છે. 2019માં 61.4% વોટ પડ્યા હતા. આ વખતે 65.11% મતદાન થયું છે.
Mumbai Election Results LIVE: માહિમથી ઠાકરે જૂથના મહેશ સાવંતની જીત
માહિમથી ઠાકરે જૂથના મહેશ સાવંત જીત્યા, મનસેના વડા રાજ ઠાકરે ના પુત્ર અમિત ઠાકરે અને શિંદે જૂથના સદા સરવણકર હારી ગયા
Mumbai Election Results LIVE: વરલી મતવિસ્તારમાંથી આદિત્ય ઠાકરે જીત્યા
આદિત્ય ઠાકરે ફરી એકવાર શિવસેનાના ગઢ ગણાતા વરલી મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા છે. 2019ની સરખામણીમાં આ વર્ષની ચૂંટણી તેમના માટે પડકારરૂપ હતી. પરંતુ તેઓ લગભગ 8 હજાર મતોથી જીત્યા
Mumbai Election Results LIVE: બેલાપુરથી મંદા મ્હાત્રે જીત્યા
મંદા મ્હાત્રે બેલાપુર વિધાનસભા મતવિસ્તારમાંથી 415 મતોથી જીત્યા. મહા વિકાસ આઘાડીના ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય સંદીપ નાઈક બેલાપુરના મતદાન મથકમાં પ્રવેશ્યા. સંદીપ નાઈકે મત ગણતરી સામે વાંધો ઉઠાવ્યો છે. ફરી એકવાર મત ગણતરીની માંગ ઉઠી છે.
Mumbai Election Results LIVE: બાંદ્રા વેસ્ટમાંથી ધારાસભ્ય આશિષ શેલારની જીત
બાંદ્રા વેસ્ટમાંથી બીજેપીની બીજી જીત. ધારાસભ્ય આશિષ શેલારની જીત. 19,713 જેટલા મતો સાથે હેટ્રિક!!
Mumbai Election Results LIVE: મલાડથી કોંગ્રેસના અસલમ શેખની જીત
મલાડથી કોંગ્રેસના અસલમ શેખ 6600 મતોથી જીત્યા.
Mumbai Election Results LIVE: વરુણ સરદેસાઈ બાંદ્રા પૂર્વ વિધાનસભા સીટ પરથી જીત્યા
બાંદ્રા પૂર્વ વિધાનસભા સીટ પરથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના વરુણ સરદેસાઈએ જીત મેળવી છે. તેમણે NCPના ઝીશાન સિદ્દીકીને હરાવ્યા.
Mumbai Election Results LIVE: ભાંડુપથી શિંદે સેનાના અશોક પાટીલ ની જીત
શિંદેની શિવસેનાના અશોક પાટીલ ભાંડુપથી 7000 મતોની સરસાઈથી જીત્યા.
Mumbai Election Results LIVE: કોલાબાથી ભાજપના રાહુલ નાર્વેકરની જીત
મુંબઈના સૌથી પોર્શ મતવિસ્તારોમાંથી એક કોલાબા મતવિસ્તારમાંથી ભાજપના રાહુલ નાર્વેકરે જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના હીરા નવાજી દેવસીને 48581 મતોથી હરાવ્યા હતા.
Mumbai Election Results LIVE: ભાયખલાથી ઉદ્ધવ જૂથના મનોજ જામસુતકરની જીત
ભાયખલા થી ઉદ્ધવ ઠાકરે જૂથના મનોજ જામસુતકર જીત્યા. યામિની યશવંત જાધવને હરાવ્યા.
Mumbai Election Results LIVE: કલ્યાણ થી શિંદે જૂથના રાજેશ મોરે ની જીત
કલ્યાણ ગ્રામીણ વિધાનસભામાં શિવસેના શિંદે જૂથના ઉમેદવાર રાજેશ મોરે જીત્યા