14 માર્ચ 1965ના રોજ મુંબઈમાં જન્મેલો આમિર ખાન આજે તેનો 59 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. 

આમિર ખાન નું સાચું નામ મોહમ્મદ આમિર હુસૈન ખાન હતું. પરંતુ ફિલ્મોમાં આવ્યા બાદ તેણે તેનું નામ ટૂંકું કરી દીધું 

આમિર ખાન ના પિતા તાહિર હુસૈન ફિલ્મ નિર્માતા હતા અને તેમના કાકા નાસિર હુસૈન નિર્માતા તેમજ દિગ્દર્શક હતા. ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવા છતાં તેનું બાળપણ ગરીબી માં વીત્યું હતું. 

આમિર ખાને પોતે ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમનો પરિવાર 8 વર્ષથી દેવાદાર હતો. તે સમયે તેની શાળાની ફી ધોરણ 6માં 6 રૂપિયા, ધોરણ 7માં 7 રૂપિયા અને 8માં ધોરણમાં 8 રૂપિયા હતી.

એક સમયે 6 રૂપિયા પર નિર્ભર આમિર ખાન આજે કરોડો ની સંપત્તિ નો માલિક છે.  

મીડિયા રિપોર્ટ મુજબ , આમિર ખાનની કુલ સંપત્તિ 1862 રૂપિયા છે.

આમિર ખાન પાસે બાંદ્રામાં 5 હજાર સ્ક્વેર ફૂટનો સી-ફેસિંગ બંગલો છે, જેની કિંમત 60 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 

આમિર ખાન પાસે ઘણી મોંઘી કાર નું પણ કલેક્શન છે આ સિવાય તેની પાસે પંચગનીમાં 7 કરોડ રૂપિયાનું ફાર્મ હાઉસ પણ છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow