આશકા એ તેના અભિનયથી બધાનું દિલ જીતી લીધું હતું પરંતુ પડદા પર નામ કમાયા પછી, તેણીએ પોતાની કારકિર્દીની ટોચ પર ઉદ્યોગને અલવિદા કહી દીધું. 

આશકા એ તેના અભિનય ની કારકિર્દી વર્ષ 2002 માં શરૂ કરી હતી.આશકા એ  'ભાભી', 'કુસુમ' જેવા હિટ શોમાં કામ કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા..  

હવે આશકા એક સફળ બિઝનેસ વુમન છે અને કરોડો ની સંપત્તિ ની માલકીન પણ છે.  

આશકા એ વર્ષ 2018 માં, તેના બે મિત્રો આશુતોષ વાલાણી અને પ્રિયંક શાહ સાથે એક કોસ્મેટિક કંપની શરૂ કરી. 

50 લાખના રોકાણથી, તેમણે પોતાની કંપની શરૂ કરી અને ઓનલાઈન માર્કેટિંગની મદદથી પોતાના ઉત્પાદનો વેચવાનું શરૂ કર્યું. આ બ્રાન્ડની ખાસિયત એ છે કે તે બજેટ ફ્રેન્ડલી છે. 

આશકા ની બ્યુટી બ્રાન્ડ રેને કોસ્મેટિકના નામથી પ્રખ્યાત છે. આશ્કાએ આના દ્વારા કરોડોનું પોતાનું બિઝનેસ સામ્રાજ્ય બનાવ્યું છે.

આજે આ બ્યુટી બ્રાન્ડ લેક્મે, મેબેલાઇન અને સુગર જેવી મોટી કંપનીઓ સાથે સ્પર્ધા કરે છે. 

મીડિયા રિપોર્ટ મુજબ, આજે આશ્કા ગોરાડિયાની આ બ્રાન્ડ ની કુલ સંપત્તિ 22 હજાર કરોડ રૂપિયા છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow