સાયરા બાનુ એ 22 વર્ષની ઉંમરમાં દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા, ત્યારબાદ તેમને થોડો સમય જ ફિલ્મોમાં કામ કર્યું હતું
નીતુ કપૂર એ 21 વર્ષની ઉંમરમાં ઋષિ કપૂર સાથે લગ્ન કર્યા હતા ત્યારબાદ તેને તેની ફિલ્મી કરિયર માંથી બ્રેક લીધો હતો.અભિનેત્રીએ થોડા સમય પછી ફિલ્મોમાં પુનરાગમન કર્યું હતું
80ના દાયકાની સુંદર અભિનેત્રી મંદાકિની એ લગ્ન કરી લીધા અને તેની ફિલ્મી કરિયર પૂરી રીતે ખતમ થઈ ગઈ
માધુરી દીક્ષિતનું કરિયર 90ના દાયકામાં ચરમસીમાએ હતું. પરંતુ માધુરીએ વર્ષ 1999 લગ્ન કરી લીધા. બાદમાં વર્ષ 2008માં તે ઈન્ડસ્ટ્રીમાં પાછી ફરી હતી.
સોનાલી બેન્દ્રે એ વર્ષ 2002 માં લગ્ન કર્યા, ત્યારબાદ તેણે થોડા વર્ષો માટે ઇન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું હતું હવે તે એક્ટિંગ લાઇનમાં સક્રિય જોવા મળી રહી છે.
નમ્રતા શિરોડકરે 90ના દાયકામાં ઘણી હિટ ફિલ્મો કરી છે. ત્યારબાદ 2000 ના દાયકાની શરૂઆતમાં તેણે પ્રખ્યાત અભિનેતા મહેશ બાબુ સાથે લગ્ન કર્યા અને પછી ઇન્ડસ્ટ્રી ને અલવિદા કહી દીધું
કારકિર્દી ની ટોચ પર આવી ને આયેશા લગ્ન બાદ ઈન્ડસ્ટ્રીથી સંપૂર્ણપણે દૂર થઇ ગઈ હતી.
'ગજની' જેવી સુપરહિટ ફિલ્મો કરનાર અભિનેત્રી અસિન લગ્ન બાદ ક્યારેય કોઈ ફિલ્મમાં જોવા મળી નથી.