નીતા અને મુકેશ અંબાણીનો સૌથી નાનો પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યો છે. 

લગ્નના ઉત્સવની શરૂઆત યુગલના 'લગન લખવાનુ'થી થઈ હતી. આ સમારંભ, સામાન્ય રીતે ગુજરાતી પરિવારોમાં યોજાય છે, લગ્નના આમંત્રણો મોકલવાની શરૂઆત લગન લખવાનુ વિધિથી થાય છે 

રાધિકા મર્ચન્ટે અનામિકા ખન્ના દ્વારા પેસ્ટલ-બ્લુ લહેંગા પહેર્યો હતો, જેમાં ફ્લોરલ એમ્બ્રોઇડરી અને લેસ એમ્બિલિશમેન્ટ હતા. તેણે હીરાના આભૂષણો સાથે તેના લુક ને કમ્પ્લીટ કર્યો હતો 

રાધિકા મર્ચન્ટનો મેકઅપ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ લવલીન રામચંદાનીએ કર્યો હતો અને તેની હેરસ્ટાઈલ સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટ સંગીતા હેગડેએ કરી હતી 

આ ફંકશન માં નીતા અંબાણી ગુજરાતી પોશાકમાં જોવા મળી હતી. નીતા અંબાણી એ ખૂબ જ ખાસ લહેંગા પહેર્યો હતો. જેમાં કરવત, જરદોસી અને દોરાથી કામ કરવામાં આવ્યું હતું 

નીતા અંબાણીએ આ લહેંગા સાથે ડિઝાઇનર અનામિકા ખન્નાએ બનાવેલ ઘરચોલા ઓઢણી પહેરી હતી. આ ઓઢણી સ્વદેશી કારીગરો દ્વારા હાથથી વણવામાં આવી  છે. 

નીતા અંબાણી ની મોટી પુત્રવધૂ શ્લોકા મહેતાએ પણ આ પ્રસંગ માટે અનામિકા ખન્ના નો આઉટફિટ પસંદ કર્યો હતો. 

આ દરમિયાન નીતા અંબાણી ની પુત્રી ઈશા અંબાણી ગુલાબી રંગના લહેંગામાં જોવા મળી હતી.તેણે ભારે જ્વેલરી સાથે પોતાનો લુક પૂરો કર્યો હતો.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow