અનંત અને રાધિકા ના લગ્ન પહેલા અંબાણી પરિવારે ગરીબ છોકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું
આ લગ્ન સમારોહ માં મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ, શ્લોકા, ઈશા અને આનંદ પિરામલ હાજર રહ્યા હતા.
આ દરમિયાન અંબાણી પરિવારે તે ગરીબ છોકરીઓ ને લગ્ન માં ઘણી ભેટ આપી હતી
આ સમૂહ લગ્નોત્સવમાં વર-કન્યા પક્ષના 800 જેટલા લોકોએ ભાગ લીધો હતો.
અંબાણી પરિવારે આ લગ્ન માં વીંટી, નાકની નથ અને મંગળસૂત્ર ઉપરાંત 1 લાખ 1 હજાર રૂપિયાનો ચેક ભેટ સ્વરૂપે આપ્યો હતો
આ ઉપરાંત અંબાણી પરિવારે દરેક કપલને એક વર્ષ માટે કરિયાણા અને ઘરવપરાશની ચીજવસ્તુઓ પણ ભેટમાં આપી છે.
આ ઘરવખરી માં 36 પ્રકારની વસ્તુઓ છે. જેમ કે ગેસ સ્ટવ, ગાદલા, વાસણો, મિક્સર અને ઘરમાં વપરાતી બીજી ઘણી વસ્તુઓ આપવામાં આવી છે.