અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. 

વ્યસ્ત શેડ્યુલ માંથી સમય કાઢી ને તેઓ તેમના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે તેમના વિચારો શેર કરતા રહે છે.  

હવે અમિતાભ બચ્ચને પોતાના બંગલાની અંદરનું મંદિર બતાવ્યું. જ્યાં તેઓ રોજ પૂજા કરે છે. 

આ તસવીરો માં અમિતાભ બચ્ચન તેમના બંગલા જલસાની અંદર મંદિરમાં પૂજા કરતા જોવા મળી રહ્યા છે.  

આ તસવીરો માં મંદિરની અંદર અનેક દેવી-દેવતાઓની સફેદ આરસની મૂર્તિઓ પણ જોઈ શકાય છે.  

મંદિરમાં રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ છે. સામે શિવલિંગ પણ મૂકવામાં આવ્યું છે જેના પર અમિતાભ દૂધ ચઢાવે છે.

આ સાથે તેમના મંદિરમાં ઘણી સોનેરી રંગ ની ઘંટડીઓ પણ જોવા મળી રહી છે. 

તસવીરોની સાથે અમિતાભ બચ્ચને કેપ્શનમાં લખ્યું છે કે, 'શ્રદ્ધા, ભગવાન શિવને દૂધ અર્પણ અને તુલસીને જળ ચઢાવવું.'

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow