જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ નજીક જોગવડ ગામમાં, મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત અંબાણી પરિવારના અન્ય સભ્યોએ ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું.
આ અન્નસેવા દરમિયાન લગભગ 51 હજાર સ્થાનિક રહેવાસીઓને ભોજન પીરસવામાં આવશે. જે આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે.
ભોજન બાદ ઉપસ્થિતોએ પરંપરાગત લોકસંગીતનો આનંદ માણ્યો હતો. પ્રખ્યાત ગુજરાતી સિંગર કીર્તિદાન ગઢવીએ પોતાની ગાયકી થી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.