કપલે તેમની પોસ્ટ માં લખ્યું, 'અત્યંત આનંદ અને પ્રેમ સાથે, અમે તમને ખુશખબર આપીએ છીએ કે 15 ફેબ્રુઆરીના રોજ અમારા બેબી બોય અને વામિકાના નાના ભાઈ ‘અકાય’નો જન્મ થયો છે.’
‘અમે આ સમય દરમિયાન તમારા આશીર્વાદ અને શુભકામનાઓ ઈચ્છીએ છીએ. અમે તમને અમને ગોપનીયતા આપવા વિનંતી પણ કરીએ છીએ. પ્રેમ, વિરાટ અને અનુષ્કા.’
‘અકાય’ નો અર્થ હિન્દી ભાષામાં નિરાકાર થાય છે, એટલે કે જેનો કોઈ આકાર નથી.જ્યારે તુર્કીમાં તેનો અર્થ ચમકતો ચંદ્ર થાય છે.
તમને જણાવી દઈએ કે 11 જાન્યુઆરી, 2021 ના રોજ, અનુષ્કા એ પુત્રી વામિકા ને જન્મ આપ્યો હતો હવે અનુષ્કા એ પુત્ર ‘અકાય’ ને જન્મ આપ્યો છે.