ગમે એવો કમરનો દુખાવો હોય પેઈનકિલર વિના જ મટી જશે, બસ આ ઉપાય કરવાનું શરૂ કરી દો

નારિયેલ તેલમાં ત્રણથી ચાર લસણની કળીઓ નાખીને તેને ગેસ પર ગરમ કરી દો

ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી તેલ કાળુ ન થાય. ત્યારબાદ ગેસ બંધ કરી દો. 

તેલ ઠંડુ થાય ત્યારે એક શીશીમાં તેને બંધ કરી લો. સવારે અને સાંજે આ તેલથી પીઠમાં મસાજ કરો.

 મીઠું ભેળવેલા ગરમ પાણીમાં એક ટોવેલ નાખીને તેને નીચોવી લો. ઉંધા સુઇને પીઠના ભાગે આ ગરમ ટોવેલ લગાવો.

તેનાથી કમરનો દુખાવો તો ગાયબ થશે જ સાથે સાથે માંસપેશીઓ પરનો તણાવ પણ ઘટશે. 

અજમાને તવા પર થોડી ધીમી આંચ પર ગરમ કરી લો. ઠંડો થાય ત્યારે તેને ચાવતા ચાવતા ગરમ પાણી સાથે ગળી જાવ.

તેના નિયમિત સેવનથી પણ કમરદર્દમાં લાભ થાય છે.

સતત એક પોઝીશનમાં બેસીને કામ ન કરો. તમારી સિટિંગ જોબ હોય તો પણ દર 45 મિનિટે ઉભા થઇને ચાલવાની આદત રાખો. 

વધુ પડતા સોફ્ટ ગાદલા પર ન સુવો. સુવા અને બેસવામાં આરામદાયક લાગે તેવા ગાદલા ખુબ હાનિકારક હોય છે.

તેની પર સુવાથી સ્પાઇન કોડ શેપલેસ થઇ જાય છે.

 કમરના દુખાવા માટે વ્યાયામ કરો. ફરો, ચાલો, સ્વીમિંગ કરો અને સાઇકલ ચલાવો.

સ્વીમિંગ વજન ઘટાડે છે અને સાથે સાથે કમર માટે પણ લાભદાયક છે. 

 ભારે વજન ઉઠાવવા નીચે નમો ત્યારે ઘુંટણ સીધા રાખો. યોગ અને કસરત કરો. ન કરી શકો તો 45 મિનિટ ચાલો.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો. 

ચિકનગુનિયા થયો હોય તો એના ઘરેલુ ઉપચાર

Arrow