બોલીવૂડના કિંગ શાહરુખ ખાન નો પુત્ર આર્યન ખાન હાલમાં પોતાની પહેલી વેબ સિરીઝ ‘બેડ્સ ઓફ બોલીવૂડ’ને લઈને ચર્ચામાં છે. 

આ સિરીઝ થી આર્યન ખાન ડાયરેક્ટર ની દુનિયા માં પગ મૂકી રહ્યો છે સાથે સાથે આ સિરીઝ થી તેને પ્લેબેક તરીકે પણ ડેબ્યુ કર્યું છે.  

આર્યન ખાન માત્ર 27 વર્ષ નો છે અને આ ઉંમરે તે કરોડોની સંપત્તિના માલિક છે અને લક્ઝરી જીવન જીવે છે.

આર્યન ખાનનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ લીધું અને ત્યારબાદ યુનાઈટેડ સ્ટેટ્સમાં યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાંથી સિનેમેટિક આર્ટ્સ અને ટેલિવિઝન પ્રોડક્શનમાં BFA પૂર્ણ કર્યું. 

2022માં આર્યન ખાન અને તેમના મિત્રો દ્વારા D’YAVOL નામનું સ્ટ્રીટવેર લાઈફસ્ટાઈલ બ્રાન્ડ શરૂ કરવામાં આવ્યું. આ બ્રાન્ડના કપડાં ખૂબ જ પ્રીમિયમ છે.  

આર્યનનો એક સ્કોચ વિસ્કી બ્રાન્ડ પણ છે – D’YAVOL INCEPTION – જે તે તેના પિતા શાહરુખ ખાન સાથે સંચાલિત કરે છે.

આર્યન ખાનને લક્ઝરી કારોનો ખૂબ શોખ છે. તેમના પાસે Mercedes GLS 350D, Mercedes GLE 43 AMG Coupe, BMW 730 LD અને Audi A6 જેવી કારો છે.  

મીડિયા રિપોર્ટ અનુસાર, આર્યનની કુલ સંપત્તિ 80 કરોડ છે. તેના પાસે દિલ્હીના પંચશીલ પાર્કમાં  37 કરોડનું ઘર પણ છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા દ્વારા પણ સારી કમાણી કરે છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow