ફરાહ ખાને તેજેતર માં તેના કુક દિલીપ સાથે અશ્નીરના આલીશાન ઘરની મુલાકાત લીધી  હતી. 

અશ્નીર ગ્રોવરના ઘરનો લિવિંગ રૂમ ઘણો મોટો છે. તેમનો લિવિંગ રૂમ ખૂબ જ મોંઘી સજાવટની વસ્તુઓ અને સુંદર ચિત્રોથી શણગારેલો છે. 

અશ્નીર અને  તેની પત્ની માધુરીએ તેમના બેડરૂમની ઝલક બતાવી. તેમનો બેડરૂમ બેજ અને સફેદ રંગથી શણગારેલો હતો  

ફેમિલી રૂમમાં વિન્ટેજ અને આધુનિક ટચનું અદ્ભુત મિશ્રણ જોવા મળ્યું. ફરાહે અશ્નીરને કહ્યું કે આ ઘરનો તેનો પ્રિય ભાગ છે.

અશ્નીરનો ડાઇનિંગ એરિયા પણ ખૂબ જ પ્રભાવશાળી છે. ફરાહ ખાને સફેદ માર્બલના ડાઇનિંગ ટેબલની સુંદરતાની પણ પ્રશંસા કરી હતી. 

અશ્નીર ગ્રોવરના ઘરનું રસોડું પણ ખૂબ જ સુંદર છે. અશ્નીરની પત્ની માધુરીએ ફરાહને તેનું રસોડું બતાવ્યું. રસોડામાં સફેદ અને લાકડાના શણગાર હતા.

ઘરનો એક ખાસ ખૂણો બાર માટે બનાવવામાં આવ્યો છે. અશ્નીરના પિતાનો ફોટો તેની બાજુમાં રાખવામાં આવ્યો હતો. અશ્નીરે કહ્યું કે આ તેના પિતાનો બાર છે અને તેથી જ તેણે અહીં તેમનો ફોટો રાખ્યો છે. 

અશ્નીર અને માધુરીના દીકરાનો રૂમ પણ ખૂબ જ સુંદર હતો. ફરાહ ખાન અશ્નીરના દીકરાનો રૂમ જોઈને ચોંકી ગઈ હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow