હાલમાં બિગ બોસ 19 માં જોવા મળતી અભિનેત્રી અશ્નૂરે બાળપણથી જ ટીવી ઇન્ડસ્ટ્રીનો ભાગ રહી છે 

અશ્નૂરે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તાજેતર માં અશ્નૂરે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. 

અશ્નૂરે એક ઇન્ટરવ્યુમાં, કામ સાથે અભ્યાસ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણા કલાકો કામ કરવાની સંસ્કૃતિને સંતુલિત કરવા વિશે વાત કરી હતી.  

અશ્નૂરે કહ્યું કે હવે તે દિવસમાં ફક્ત 12 કલાક કામ કરે છે. પરંતુ જ્યારે તે ઇન્ડસ્ટ્રીમાં નવી હતી ત્યારે વસ્તુઓ આવી ન હતી. તે સમયે તેણીએ 30 કલાક કામ કર્યું હતું

તેણીએ કહ્યું, 'મેં સતત 30 કલાક કામ કર્યું છે. હું ત્યારે 6 વર્ષની હતી અને શોભા સોમનાથ કી નામનો શો કરી રહી હતી. હું એટલી થાકી ગઈ હતી કે હું કંઈ કરી શકતી નહોતી. 

'મારી માતાએ મને વેનિટી માં થોડો સમય સૂવાનું સૂચન કર્યું. પ્રોડક્શનના લોકો મારી વેનિટી ની બહાર ઉભા હતા. જ્યારે હું જાગી ત્યારે મેં ફરીથી કામ કરવાનું શરૂ કર્યું.' 

અશ્નૂરે મોટા થયા પછી તેના જીવનમાં આવતા બોડી ઇમેજ મુદ્દાઓ વિશે વાત કરતા જણાવ્યું કે તેણીએ પોતાને કડક આહાર પર રાખી હતી, જેના સારા પરિણામો મળ્યા ન હતા. 

અશ્નૂર કૌરઅશ્નૂરએ કહ્યું, 'હું એક વખત સેટ પર બેહોશ થઈ ગઈ હતી. પણ મેં કોઈને કહ્યું નહોતું કે હું ખોરાક નથી ખાતી.'

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow