બોલિવૂડ અભિનેત્રી ભાગ્યશ્રી આજે તેનો 55 મોં જન્મદિવસ ઉજવી રહી છે. 

ભાગ્યશ્રી મહારાષ્ટ્રના સાંગલીના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે.તેના પિતા વિજય સિંહ રાવ માધવરાવ પટવર્ધન સાંગલીના રાજા છે.

શાહી પરિવારમાંથી હોવા છતાં, ભાગ્યશ્રીએ અભિનેત્રી બનવાનું પોતાનું સપનું પૂરું કર્યું અને તેની પહેલી ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'થી સ્ટારડમ પણ મેળવ્યું.

ભાગ્યશ્રીએ 1990 માં તેના ખાસ મિત્ર હિમાલય દાસાની સાથે લગ્ન કર્યા હતા.જોકે તેનો પરિવાર આ લગ્નની સખત વિરુદ્ધ હતો 

ભાગ્યશ્રી એ તેના ખાસ મિત્ર હિમાલય દાસાની સાથે મંદિર માં ભાગી ને લગ્ન કર્યા હતા. 

લગ્ન બાદ ભાગ્યશ્રી એ ફિલ્મોથી દૂરી બનાવી લીધી હતી.અને તેને એક ગૃહિણી બનવાનું નક્કી કર્યું હતું.

ભાગ્યશ્રીએ તેની કરિયર માં હિન્દી ઉપરાંત ભોજપુરી, મરાઠી અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.  

ભાગ્યશ્રી નો પુત્ર અભિમન્યુ દાસાનીએ પણ ફિલ્મોમાં પ્રવેશ કર્યો છે. તેમજ ભાગ્યશ્રી ની દીકરી એ ઓટીટી પર તેનું કામ બતાવ્યું છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow