બોલિવૂડ ની સફળ અભિનેત્રીમાંની એક રાની મુખર્જી આજે પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહી છે 

રાનીનો જન્મ 21 માર્ચ વર્ષ 1978માં કોલકાતામાં થયો હતો. રાની પોતે એક ફિલ્મી પરિવારની છે. 

રાની ના પિતા રામ મુખર્જી જાણીતા દિગ્દર્શક હતા.ફિલ્મી બેકગ્રાઉન્ડ માંથી હોવા છતાં રાની માટે આ સફર સરળ ન હતી. 

હિન્દી સિનેમામાં આવતા પહેલા રાનીએ બંગાળી ફિલ્મ 'બિયાર ફૂલ'માં કામ કર્યું હતું. 

રાનીએ વર્ષ 1996માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે 16 વર્ષની ઉંમરે ફિલ્મ 'રાજા કી આયેગી બારાત'થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. 

ફિલ્મોમાં આવતા પહેલા રાની વકીલ અથવા ફેશન ડિઝાઈનીંગ તરીકે પોતાની કારકિર્દી બનાવવા માંગતી હતી

રાનીએ તેની કારકિર્દીમાં સાત ફિલ્મફેર એવોર્ડ સહિત અનેક એવોર્ડ જીત્યા છે. 

રાની છેલ્લે ફિલ્મ મિસીઝ ચેટર્જી વર્સીસ નોર્વે માં જોવા મળી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow