તુષાર કપૂર એ 'મુઝે કુછ કહેના હૈ' ફિલ્મથી અભિનયની દુનિયામાં નામ કમાવવાનો પ્રયાસ કર્યો હતો. તેનો પ્રયાસ સફળ રહ્યો.પરંતુ પાછળથી તે તેના પિતા જીતેન્દ્રની જેમ સ્ટારડમની ઊંચાઈને સ્પર્શી શક્યો નહીં. 

૧૯૯૦માં રાહુલ રોયે ફિલ્મ 'આશિકી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. આ ફિલ્મે તેને રાતોરાત સ્ટાર બનાવ્યો. પરંતુ આ પછી, તેની મોટાભાગની ફિલ્મો ફ્લોપ ગઈ અને તેનું કરિયર અટકી ગયું. 

અનુ અગ્રવાલે પણ રાહુલ રોય સાથે ફિલ્મ 'આશિકી' થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. એવું લાગતું હતું કે તે ઇન્ડસ્ટ્રીની પ્રિય અભિનેત્રી બનશે, પરંતુ તે કંઈ ખાસ કરી શકી નહીં.

તનુશ્રી દત્તાએ ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ 'આશિક બનાયા આપને' થી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મથી તનુશ્રી રાતોરાત પ્રખ્યાત થઈ ગઈ હતી, પરંતુ આજે તે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ છે. 

૨૦૦૪માં ગાયત્રી જોશીએ ફિલ્મ 'સ્વદેશ'થી ડેબ્યૂ કર્યું. પહેલી જ ફિલ્મથી તેનું નસીબ ચમક્યું. પરંતુ ફિલ્મ પછી તેણે લગ્ન કરી લીધા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ. 

હેમા માલિની ની ભત્રીજી મધુ એ અજય દેવગણ સાથે ફિલ્મ ફૂલ ઔર કાંટે થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું તે ફિલ્મ ખુબ ચાલી પરંતુ મધુ નું કરિયર એટલું ચાલ્યું નહીં. 

મંદાકિની એ રામ તેરી ગંગા મેલી થી બોલિવૂડ માં પ્રવેશ કર્યો અને તે રાતોરાત ફેમસ થઇ ગઈ પરંતુ તેના અંડરવર્લ્ડ કનેક્શન ના કારણે તેનું ફિલ્મી કરિયર ચાલ્યું નહિ. .  

મહિમા ચૌધરી એ શાહરુખ ખાન સાથે ફિલ્મ પરદેશ થી ડેબ્યુ કર્યું હતું આ ફિલ્મ સુપરડુપર સાબિત થઇ હતી એવું લાગતું હતું કે તે ઇન્ડસ્ટ્રીની પ્રિય અભિનેત્રી બનશે, પરંતુ તે કંઈ ખાસ કરી શકી નહીં. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow