સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ "બોર્ડર 2" નો ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થતાં જ ફેન્સમાં ઉત્સાહ વધી ગયો છે. હવે ફિલ્મની સ્ટારકાસ્ટ જાહેર થઈ ગઈ છે,
સની દેઓલ ફરીથી પોતાના ફેમસ ફોજી અંદાજમાં જોવા મળશે. તેઓ મેજર કુલદીપ સિંહ ચાંદપુરી નો રોલ ભજવી રહ્યા છે — એ જ જાબાંજ જેણે બોર્ડર પર દુશ્મનોને પછાડ્યા હતા
દિલજીત દોસાંજ એક બહાદુર પાયલટના રોલમાં જોવા મળશે. તેઓ ફ્લાઈંગ ઓફિસર નિર્મજીત સિંહ સેખોંનો રોલ ભજવી રહ્યા છે, જે સ્ક્રીન પર એક અલગ જ રંગ લાવશે
સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી આ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યા છે. તેમનો રોલ હજુ સુધી રહસ્યમય છે, પણ તેઓ એક ફોજી તરીકે જોવા મળશે.
વરુણ ધવન ફિલ્મમાં મેજર હોશિયાર સિંહ દહિયાનો રોલ ભજવી રહ્યા છે, જે એક પર્મવીર ચક્ર વિજેતા છે. તેમનો રોલ એક્શન અને ઇમોશનથી ભરપૂર હશે.