સલમાન ખાન હાલમાં તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર થયેલા હુમલાને કારણે ચર્ચામાં છે.

રવિવાર ની વહેલી સવારે બે બાઈક સવારે ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીબાર કર્યો હતો. 

જે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં હુમલો થયો હતો, સલમાન ખાન તેનાગ્રાઉન્ડ ફ્લોર પર 1 BHK ફ્લેટમાં રહે છે.

કરોડો ની સંપત્તિ નો માલિક હોવાછતાં સલમાન ખાન બાંદ્રા સ્થિત 1 BHK ફ્લેટ માં રહે છે 

1 BHK ફ્લેટ માં રહેવાનું કારણ ખુદ સલમાન ખાને આપ્યું હતું. તેણે કહ્યું હતું - હું મોટા અને આલીશાન બંગલાના બદલે બાંદ્રાના ફ્લેટમાં રહેવાનું પસંદ કરું છું 

આનું કારણ આપતા સલમાન ખાને કહ્યું હતું કે મારા માતા-પિતા તે ફ્લેટની ઉપર ના માળે રહે છે.  

સલમાને કહ્યું હતું કે, આખી ઈમારત એક પરિવાર જેવી છે. જ્યારે અમે નાના હતા, ત્યારે બિલ્ડીંગના બધા બાળકો બગીચામાં સાથે રમતા હતા અને ક્યારેક એક સાથે સૂતા પણ હતા. 

તે સમયે અલગ ઘર નહોતું. અમે બધા ઘરોને અમારું ઘર માનતા હતા અને અમે કોઈપણ ઘરે જઈને ભોજન લેતા હતા. હું હજી પણ એ ફ્લેટમાં રહું છું, મારી ઘણી યાદો ત્યાં સાથે જોડાયેલી છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow