સંજય લીલા ભણસાલીએ 'હીરામંડી'થી ઓટીટી ડેબ્યૂ કર્યું છે. આ સિરીઝ માં ઘણી એવી અભિનેત્રીઓ છે જે પોતાના અભિનયથી ચાહકોને દિવાના બનાવી દેશે. 

આ સિરીઝ માં મનીષા કોઈરાલા નું નામ મલ્લિકા જાન છે. આ વાર્તા મલિક્કા જાન ની નાની દીકરી આલમ ની આસપાસ ફરે છે. 

આ સિરીઝ માં શર્મિન સેગલ મહેતા આલમઝેબના રોલમાં જોવા મળશે જે મલ્લિકા જાન ની નાની દીકરી નું પાત્ર છે

'હીરામંડી' માં મલ્લિકાજાન અને ફરીદાન વચ્ચેની મૂંઝવણ દર્શાવવામાં આવી છે. આ સિરીઝ માં ફરદીન નું પાત્ર સોનાક્ષી સિંહા ભજવી રહી છે. 

મીડિયા રિપોર્ટ મુજબ અભિનેત્રી સંજીદા શેખ પણ મહત્વ ની ભૂમિકા માં જોવા મળશે. રિપોર્ટ મુજબ સંજીદા વહીદા ની ભૂમિકામાં જોવા મળશે. 

'હીરામંડી' માં અભિનેત્રી રિચા ચઢ્ઢા લજ્જો ની ભૂમિકામાં જોવા મળશે. આ ભૂમિકા માટે રિચા એ કથ્થક ડાન્સ શીખ્યો હતો.

સંજય લીલા ભણસાલી ની સિરીઝ માં અદિતિ રાવ હૈદરી બિબ્બો જાન ની ભૂમિકામાં જોવા મળશે. 

'હીરામંડી' માં દર્શકો ને  પ્રેમ, શક્તિ, વિશ્વાસઘાત, સંઘર્ષ અને સ્વતંત્રતાના તમામ શેડ્સ જોવા મળશે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow