મથુરા સંસદીય સીટ પરથી સતત ત્રીજી વખત ભાજપ ની ઉમેદવાર હેમા માલિની 297 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.
ચૂંટણી એફિડેવિટ અનુસાર 129 કરોડ રૂપિયાની સંપત્તિ તેના પોતાના નામે છે જ્યારે 169 કરોડ રૂપિયાની સંપત્તિ તેના પતિ ધર્મેન્દ્રના નામે છે.
હેમા પાસે બેંકોમાં 1 કરોડ 13 લાખ 46 હજાર રૂપિયા અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં 4 કરોડ 28 લાખ 54 હજાર રૂપિયા જમા છે
હેમાને 2 કરોડ 96 લાખ રૂપિયાની સંપત્તિ વારસામાં મળી છે. હેમા પાસે 2 કરોડ 57 લાખ 92 હજાર રૂપિયાના શેર છે. તેની પાસે 61 લાખ 53 હજાર 816 રૂપિયાની કાર છે.
હેમા પાસે 3 કરોડ 39 લાખ 39 હજાર 307 રૂપિયાની જ્વેલરી છે. આ સાથે જ હેમા પર 1 કરોડ 42 લાખ 21 હજાર રૂપિયા અને ધર્મેન્દ્ર પર 6 કરોડ 49 લાખ 67 હજાર રૂપિયાની લોન છે.
આ રીતે હેમા માલિની 297 કરોડની કુલ સંપત્તિ ની માલિક છે, જેમાં તેની 129 કરોડની સંપત્તિ અને પતિ ધર્મેન્દ્ર દેઓલની 169 કરોડની સંપત્તિ નો સમાવેશ થાય છે.