૧૯૭૫માં રિલીઝ થયેલી 'શોલે' બોલિવૂડની શ્રેષ્ઠ ફિલ્મોમાં ગણાય છે, જેમાં જય (અમિતાભ બચ્ચન) અને વીરુ (ધર્મેન્દ્ર) ની મિત્રતા એક ઉદાહરણ છે
૨૦૦૧ માં રિલીઝ થયેલી 'દિલ ચાહતા હૈ', ફરહાન અખ્તરની ફિલ્મ છે જે આકાશ (આમીર ખાન), સમીર (સૈફ અલી ખાન) અને સિદ્ધાર્થ (અક્ષય ખન્ના) વચ્ચેની મિત્રતાની વાર્તા છે.
રાજકુમાર હિરાનીની આ ફિલ્મ '3 ઇડિયટ્સ' રણછોડદાસ (આમીર ખાન), રાજુ (શરમન જોશી) અને ફરહાન (આર. માધવન) ની કોલેજ મિત્રતાની વાર્તા છે.
મલ્ટીસ્ટારર ફિલ્મ 'રંગ દે બસંતી' વર્ષ 2006 માં રિલીઝ થઈ હતી. રાકેશ ઓમપ્રકાશ મહેરાની આ ફિલ્મ મિત્રતા અને દેશભક્તિનો સંગમ છે.
કાર્તિક આર્યન ની ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી પણ મિત્રતા પર આધારિત ફિલ્મ છે જેમાં સોનુ તેના મિત્ર ટીટુ ને તેની સ્વીટી થી બચાવવા કોઈપણ હદ સુધી જવા તૈયાર છે.