બોલિવૂડ ના મહાનાયક ની પત્ની અને દિગ્ગ્જ અભિનેત્રી જયા બચ્ચન આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે.  

જયા બચ્ચનનો જન્મ 9 એપ્રિલ 1948ના રોજ જબલપુરમાં થયો હતો. તેણે પોતાનો અભ્યાસ ભોપાલથી પૂર્ણ કર્યો 

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા જયા બચ્ચને 'ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પૂણે'માંથી એક્ટિંગનો કોર્સ કર્યો હતો 

જયા બચ્ચને માત્ર 15 વર્ષ ની ઉંમરે બંગાળી ફિલ્મ 'મહાનગર'થી ડેબ્યુ કર્યું હતું. ત્યરબાદ અભિનેત્રી એ ફિલ્મ ગુડ્ડી થી બોલિવૂડ માં એન્ટ્રી કરી  

જયા બચ્ચને વર્ષ 1972માં અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'બંસી બિરજુ'માં કામ કર્યું હતું અને અહીં જ બંને પહેલીવાર મળ્યા હતા. ત્યરબાદ આ જોડી એ ઘણી હિટ ફિલ્મો આપી 

બહુ ઓછા લોકો જાણે છે કે અમિતાભ બચ્ચનની ફિલ્મ 'શહેનશાહ' જયા બચ્ચને લખી હતી, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.

વર્ષ 2004માં જયા બચ્ચને રાજકારણમાં પ્રવેશ કર્યો અને સમાજવાદી પાર્ટીમાંથી સાંસદ બન્યા. 2006માં રાજ્યસભામાં ઉત્તર પ્રદેશનું નેતૃત્વ કર્યું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જયા બચ્ચન અંદાજે 68 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow