બોલીવુડની પ્રતિભાશાળી અભિનેત્રીઓ, કાજોલ અને રાની મુખર્જીએ તેમના અભિનયના ગુણોથી દર્શકોના દિલ જીતી લીધા છે 

કાજોલ નો જન્મ ૫ ઓગસ્ટ, ૧૯૭૪ ના રોજ મુંબઈમાં થયો હતો. તેની માતા, તનુજા, એક અભિનેત્રી હતી, અને તેના પિતા, શોમુ મુખર્જી, એક દિગ્દર્શક-નિર્માતા હતા.

કાજોલે પંચગનીની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ પૂર્ણ કર્યું. તેણીએ 17 વર્ષની ઉંમરે 1992ની રોમેન્ટિક ફિલ્મ બેખુદીથી અભિનયની શરૂઆત કરી 

કાજોલે ફક્ત શાળા સ્તર સુધી જ અભ્યાસ કર્યો છે અને ક્યારેય કોલેજ ગઈ નથી. 

રાની મુખર્જીનો જન્મ ૨૧ માર્ચ, ૧૯૭૮ ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં થયો હતો. તેના પિતા રામ મુખર્જી એક ફિલ્મ દિગ્દર્શક હતા અને માતા કૃષ્ણા મુખર્જી એક ગાયિકા હતી. 

રાની મુખર્જીએ પોતાનું સ્કૂલિંગ મુંબઈની માણેકજી કૂપર હાઇ સ્કૂલમાંથી કર્યું હતું.

આ પછી, તેણીએ SNDT મહિલા યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સ માં સ્નાતકની ડિગ્રી મેળવી.

અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે 1996માં ફિલ્મ 'રાજા કી આયેગી બારાત'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow