નાગ અશ્વિન ના નિર્દેશનમાં બનેલી ફિલ્મ કલ્કિ 2898 એડી 27 જૂને રિલીઝ થશે
પ્રભાસ અને દીપિકા ની ફિલ્મ કલ્કી 2898 એડી નું ટ્રેલર તાજેતર માં જ રિલીઝ કરવામાં આવ્યું હતું.
600 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ માટે સ્ટાર્સને પણ મોટી ફી ચૂકવવામાં આવી છે
કલ્કી 2898 એડી'માં, 'ભૈરવ' નામનું પાત્ર ભજવવા માટે પ્રભાસને ફી પેટે 150 કરોડ આપવામાં આવ્યા છે.
આ ફિલ્મમાં દીપિકા એક ગર્ભવતી મહિલા નું પાત્ર ભજવી રહી છે જેના માટે તેને 20 કરોડ ફી પેટે ચુકવવામાં આવ્યા છે.
આ ફિલ્મ માં કમલ હસને કાલી ની ભૂમિકા માટે 20 કરોડ જેટલી ફી લીધી છે.
સદી ના મહાનાયક અમિતાભ બચ્ચને ફિલ્મ માં અશ્વથામા ના પાત્ર માટે 18 કરોડ ફી પેટે લીધા છે.
દિશા પટણી આ ફિલ્મમાં પ્રભાસના પ્રેમિકાની ભૂમિકા ભજવી રહી છે. અભિનેત્રીને ફિલ્મમાં તેના પાત્ર માટે 2 કરોડ રૂપિયા મળ્યા છે.