કપિલ શર્માએ ખૂબ જ નાની ઉંમરમાં પિતાને ગુમાવી દીધા હતા. પિતાના અવસાન બાદ કપિલના પરિવારને પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો
કપિલ શર્માએ ખૂબ જ નાની ઉંમરમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેના સંઘર્ષના પ્રારંભિક તબક્કામાં, તે પીસીઓ બૂથમાં કામ કરતો હતો, જ્યાં તેને 500 રૂપિયાનો પગાર મળતો હતો
ત્યારબાદ તેણે કાપડની મિલમાં કામ કરવાનું શરૂ કર્યું, જ્યાં તેને દર મહિને 900 રૂપિયા મળતા હતા. તે પોતાની કમાણી મ્યુઝિક સિસ્ટમમાં રોકતો હતો.
કપિલ પાસે રૂ. 1.19 કરોડની મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ, રૂ. 50 લાખની મર્સિડીઝ બેન્ઝ સી ક્લાસ, રૂ. 95.53 લાખની કિંમતની SUV રેન્જ રોવર ઇવોક, રૂ. 80 લાખની કિંમતની Volvo XC 90 છે