મુંબઈમાં અમિતાભ બચ્ચને ખરીદેલો પહેલો બંગલો પ્રતિક્ષા હતો. ફિલ્મ ઝંઝીર ની સફળતા પછી, તેમણે આ બંગલો 8 લાખમાં ખરીદ્યો હતો અત્યારે તેની કિંમત લગભગ 50 લરોડ ની આસપાસ છે.
મુંબઈ પહેલા અમિતાભ બચ્ચન તેમના પિતા હરિવંશ રાય બચ્ચન અને માતા તેજી બચ્ચન સાથે દિલ્હીના સોપાન બંગલોમાં રહેતા હતા. આ બંગલો દિલ્હીના સૌથી પોશ વિસ્તારોમાંથી એક ગુલમોહર પાર્કમાં આવેલો છે. તેમની માતાના મૃત્યુ પછી, તેમણે 2021 માં આ બંગલો 23 કરોડ રૂપિયામાં વેચી દીધો.
જલસા એ બંગલો છે જ્યાં અમિતાભ બચ્ચન તેમના પરિવાર સાથે રહે છે. એવા અહેવાલો છે કે રમેશ સિપ્પીએ ૧૯૮૨માં ફિલ્મ સત્તે પે સત્તેની સફળતા પછી તેમને આ બંગલો ભેટમાં આપ્યો હતો. એક વર્ષ પહેલા આ બંગલાની કિંમત ૧૧૨ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
જલસાથી લગભગ ૫૦ પગલાં દૂર, અમિતાભ બચ્ચનનો બીજો બંગલો છે જેનું નામ જનક છે. આ બંગલો અમિતાભ અને અભિષેક બચ્ચનનું કાર્યાલય છે. અભિનેતાએ આ બંગલો ૮ કરોડમાં ખરીદ્યો હતો. હવે તેની કિંમત વધુ હશે.
જલસા અને જનક પાસે વત્સ નામનો બીજો બંગલો છે. અભિનેતાએ આ બંગલો 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હાલમાં, આ બંગલો બેંકને ભાડે આપવામાં આવ્યો છે.જેની કિંમત કરોડો માં છે.
બંગલા ઉપરાંત, અમિતાભ બચ્ચને થોડા વર્ષો પહેલા મુંબઈના અંધેરીમાં એટલાન્ટિસ નામની એક પોશ ઇમારતના 27મા અને 28મા માળે ડુપ્લેક્સ 31 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.