તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની જાન ટપ્પુ સેનાએ એ લોકોના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે આ કલાકારોએ શો અને રોલની લોકપ્રિયતાના આધારે ઘણી કમાણી કરી છે 

ભવ્ય ગાંધી એ નાના ટપ્પુ ભૂમિકા ભજવી હતી. હાલ ગુજરાતી ફિલ્મો માં સક્રિય એવા ભવ્ય ગાંધી એ વર્ષ 2012માં ઓડી કાર ખરીદી હતી 

ગોગી નું પાત્ર ભજવનાર અભિનેતા સમય શાહ માત્ર 23 વર્ષ નો છે અને આ ઉંમરે તેનો મુંબઈના પોશ વિસ્તારમાં 3 BHK ફ્લેટ છે. આ ઘરની કિંમત અંદાજે 1.5 કરોડ રૂપિયા છે.

સિરિયલ માં ગોલી નું પાત્ર ભજવનાર કુશ ની ઈચ્છા અમેરિકામાં બિઝનેસનો અભ્યાસ પૂર્ણ કરવાની છે.

પિંકુનો રોલ  ભજવનાર અભિનેતા અઝહરે 7 વર્ષ પહેલાં મુંબઈના મીરા રોડ વિસ્તારમાં પોતાનું ઘર ખરીદ્યું હતું. એ સમયે આ ઘરની કિંમત અંદાજે 50 લાખ હતી.

તારક મહેતા માં નાની સોનુ એટલેકે અભિનેત્રી ઝીલ મહેતા બિઝનેસ વુમન બની ગઈ છે.  

ઝીલ બાદ નિધિ એ આ ભૂમિકા ભજવી હતી તેને નાની ઉંમરે જ સ્કોડા રેપિડ કાર ખરીદી હતી અને બે ;વર્ષ પહેલા તેને અલીબાગમાં એક બીચ હાઉસ ખરીદ્યું, જેની કિંમત લગભગ 25 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

નિધિ બાદ સોનુ ની ભૂમિકા માં પલક સિધવાની જોવા મળી રહી છે તેને ગયા વર્ષે જ મુંબઇ માં 3 BHK ફ્લેટ અને હ્યુન્ડાઈ કાર ખરીદી. હાલમાં એક્ટ્રેસે તેના જન્મદિવસ પર બીજી કાર પણ ખરીદી છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow