સલમાને પોતાની શાળાની શિક્ષા મુંબઈના બાંદ્રા સ્થિત સેન્ટ સ્ટેનિસ્લોસ હાઈ સ્કૂલમાંથી પૂર્ણ કરી હતી. તે પહેલાં તેણે ગ્વાલિયરના સિંધિયા સ્કૂલમાં પણ અભ્યાસ કર્યો હતો
સલમાને મુંબઈના સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ લીધો હતો, પરંતુ અભિનયમાં રસ હોવાને કારણે તેણે અભ્યાસ અધૂરો રાખ્યો અને ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો
સલમાને એક્ટિંગ શરૂ કરતા પહેલાં તેના પિતા ની જેમ ત્રણ સ્ક્રિપ્ટ લખી હતી અને પોતાની માતા સલમા પાસેથી પેઈન્ટિંગ પણ શીખ્યું હતું.
2007માં સલમાન એ ‘Being Human’ ફાઉન્ડેશનની સ્થાપના કરી, જે બાળકોને શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે.
મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાનની કુલ સંપત્તિ 2,900 કરોડ રૂપિયાની નજીક છે.એક પ્રોજેક્ટ માટે લગભગ 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે, આ ઉપરાંત તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે.
ફિલ્મો ઉપરાંત, સલમાન ખાન બીઇંગ હ્યુમન બ્રાન્ડનો માલિક પણ છે. અભિનેતાએ તેને 2013 માં લોન્ચ કર્યો હતો. આ ઉપરાંત, બીઇંગ સ્ટ્રોંગના ફિટનેસ ટૂલ્સ પણ 2020 માં આવવા લાગ્યા.
ભાઈજાન નું એક પ્રોડક્શન હાઉસ પણ છે. તે હાલમાં મુંબઈના બાંદ્રામાં ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં ટ્રિપ્લેક્સ એપાર્ટમેન્ટમાં રહે છે. આ ઉપરાંત, તેની પાસે પનવેલમાં અર્પિતા ફાર્મ્સ નામનું 150 એકરનું ફાર્મહાઉસ પણ છે.