મેરઠના બીજેપી ઉમેદવાર અરુણ ગોવિલ કરોડોની કિંમતના ફ્લેટ, ઓફિસ અને મર્સિડીઝ કારના માલિક છે. 

રામાનંદ સાગર ની સીરિયલ રામાયણમાં શ્રી રામનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવનાર અરુણ ગોવિલને ઘરેણાંનો પણ શોખ છે 

ચૂંટણી પંચમાં રજૂ કરાયેલા સોગંદનામા મુજબ અરુણ ગોવિલની કુલ સંપત્તિ 5.67 કરોડ રૂપિયા છે.

જ્યારે અરુણ ગોવિલ ની પત્ની લેખા 2.8 કરોડની સંપત્તિની માલિક છે. અરુણ ગોવિલને કોઈ મિલકત વારસામાં મળી નથી.

અરુણ ગોવિલ પાસે પુણેમાં રહેણાંક પ્લોટ છે. જેની કિંમત 4.25 કરોડ રૂપિયા છે. આ સિવાય મુંબઈ સાઉથ વેસ્ટમાં તેમની એક ઓફિસ છે. જેની કિંમત 1.42 કરોડ રૂપિયા છે. 

અરુણ ગોવિલ ની પત્ની પાસે અંધેરી વેસ્ટ, માં રહેણાંક પ્લોટ છે, જેની કિંમત 2.12 કરોડ રૂપિયા થઇ ગઈ છે.

અરુણ ગોવિલ પાસે 220 ગ્રામ સોનાના દાગીના છે જેની કિંમત 10.93 લાખ રૂપિયા છે. 

અરુણ ગોવિલ પાસે 3.75 લાખ રૂપિયાની રોકડ રકમ છે. તેમજ પત્ની લેખા પાસે 4.07 લાખ રૂપિયાની રોકડ ઉપલબ્ધ છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow