માધુરીએ આ ફોટોશૂટમાં ખૂબ જ સુંદર બ્લુ રંગની સાડી પહેરી છે, જેના બોર્ડર અને પલ્લુ પર બારીક ફ્લોરલ કઢાઈ કરવામાં આવી છે
સાડીના લુકને કમ્પ્લીટ કરવા માટે અભિનેત્રીએ સિલ્વર અને પેસ્ટલ ટોનનો ફ્લોરલ એમ્બ્રોઇડરી વાળો બ્લાઉઝ કૅરી કર્યો છે
લુકને વધુ નેચરલ અને એલિગન્ટ બનાવવા માટે માધુરીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે
પરંપરાગત લુકને નિખારવા માટે માધુરીએ કાનમાં મોટા ગોલ્ડન ઝુમકા અને હાથમાં મેચિંગ કંગન પહેર્યા છે.
પોતાની આ રોયલ સાડી અને જ્વેલરી સાથે મેચ થાય તેવું એક નાનું અને સ્ટાઇલિશ ગોલ્ડન ક્લચ પણ માધુરીએ હાથમાં રાખ્યું છે
માધુરીની જાણીતી મિલિયન ડોલર સ્માઇલ અને પરફેક્ટ મેકઅપ તેમના આ આખા લુકને સુપર ગ્લેમરસ અને એલિગન્ટ બનાવે છે.