અનંત અને રાધિકા ની ગરબા નાઈટ માં નીતા અંબાણી એ મનીષ મલ્હોત્રા એ ડિઝાઇન કરેલા  આઈવરી લહેંગા માં જોવા મળી હતી. 

નીતા અંબાણી એ લહેંગાને મીનાકારી કુંદન જ્વેલરીથી પ્રેરિત બ્લાઉઝ અને ઝરી બોર્ડર સાથે વણેલા બનારસી ટીશ્યુ દુપટ્ટા સાથે પેર કર્યો હતો 

નીતા અંબાણી એ આ લહેંગા સાથે લીલા નીલમણિ સ્ટડ અને મલ્ટી-લેયર નેકલેસ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો 

આ દરમિયાન નીતા અંબાણી હાથમાં મેચિંગ બ્રેસલેટ, કપાળ પર લીલી બિંદી માં ખુબજ સુંદર લાગતી હતી 

શ્લોકા મહેતા એ પણ મલ્ટીકલર્ડ લહેંગા પહેર્યો હતો, જેમાં લાલ, ગુલાબી, વાદળી અને લીલો રંગ હતો.

શ્લોકા ના લહેંગા બ્લાઉઝ ની પફી સ્લીવ્ઝ રત્નોથી જડેલી હતી અને તેમાં ઝરીની ડિઝાઇન હતી. 

શ્લોકાએ શિમરીગુલાબી અને કોહલ-રિમ્ડ આંખો અને ચળકતા હોઠ સાથે તેનો મેટ મેકઅપ પૂર્ણ કર્યો હતો.  

શ્લોકા ડાયમંડ અને રૂબી જડેલી બંગડીઓ અને મેચિંગ નેકલેસ સાથે માંગ ટીક્કા માં સુંદર લાગી રહી હતી.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow