મુંબઈગરાને લોકલ ટ્રેનની ભીડથી છુટકારો અપાવવા માટે આખા મહાનગરમાં મેટ્રો રેલવે નું જાળું બિછાવવામાં આવી રહ્યું છે.
મુંબઇ મેટ્રો-3 પ્રોજેક્ટ જલદીથી શરૂ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે.
મુંબઈ મેટ્રો 3નો પ્રથમ તબક્કો સીપ્ઝ (સાંતાક્રુઝ ઈલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન) અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વચ્ચે ચાલશે.
તસવીરમાં જોઈ શકાય છે કે સિદ્ધિવિનાયક સ્ટેશન પર વર્લ્ડ ક્લાસ સ્ટેશન જેવી સુવિધાઓ છે..
મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનએ સિદ્ધિવિનાયક સ્ટેશનની તસવીરો શેર કરી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
શ્રીમતી અશ્વિની ભીડે, એમડી, એમએમઆરસી અને શ્રી એસ.કે. ગુપ્તા, ડાયરેક્ટર, , શ્રી રાજીવ, ડાયરેક્ટર અને MMRCના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ સિદ્ધિવિનાયક અને શિતલાદેવીની મુલાકાત લીધી
મુલાકાત દરમિયાન તેમણે સ્ટેશનો પર ચાલી રહેલા સિવિલ અને સિસ્ટમના કામોની પ્રગતિની સમીક્ષા કરી.
મુંબઈ મેટ્રો લાઇન 3 કફ પરેડથી આરે કોલોની સુધી 33.5 કિમી લાંબી છે. તેનો BKC થી વરલી સ્ટ્રેચ 2024 ના અંત સુધીમાં શરૂ થશે.
મુંબઈ મેટ્રો લાઇન 3 કફ પરેડથી આરે કોલોની સુધી 33.5 કિમી લાંબી છે. તેનો BKC થી વરલી સ્ટ્રેચ 2024 ના અંત સુધીમાં શરૂ થશે.