સાઉથ અને બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી રશ્મિકા મંદાનાએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે 

રશ્મિકા મંદાનાએ જાપાનના ટોક્યોમાં યોજાયેલા ‘ગ્લોબલ એનીમે એવોર્ડ્સ ૨૦૨૬’ માં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ફેન્સને ગર્વની ક્ષણ આપી છે 

ઇવેન્ટ માટે રશ્મિકાએ એક શાનદાર બ્લેક કલરનો કોકટેલ ગાઉન પસંદ કર્યો હતો, જેમાં તે અત્યંત સુંદર અને ગ્લેમરસ લાગી રહી હતી 

રશ્મિકા આ ભવ્ય ઇન્ટરનેશનલ એવોર્ડ શોમાં ખાસ 'પ્રેઝન્ટર'  તરીકે સામેલ થઈ હતી 

રશ્મિકા અગાઉ ૨૦૨૪ માં પણ આ એવોર્ડ શોનો હિસ્સો બની હતી અને તે સમયે આ ગ્લોબલ સ્ટેજ પર એવોર્ડ પ્રેઝન્ટ કરનારી પ્રથમ ભારતીય સેલિબ્રિટી બની હતી 

રશ્મિકા પોતે એક મોટી એનીમે લવર છે. તેણે જણાવ્યું હતું કે જાપાન જવાનું તેનું વર્ષોનું સપનું હતું, જે આ પ્લેટફોર્મના કારણે પૂરું થયું છે 

રશ્મિકા ટૂંક સમયમાં ફિલ્મ ‘કૉકટેલ ૨’ માં શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે લીડ રોલમાં ધમાકેદાર એન્ટ્રી કરશે.  

ફિલ્મ ‘રણબાલી’ માં રશ્મિકા તેના પતિ વિજય દેવરકોંડા સાથે સિલ્વર સ્ક્રીન પર રોમાન્સ કરતી જોવા મળશે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow