બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડને સોશિયલ મીડિયા પર પોતાની નવી તસવીરો શેર કરી છે.

આ તસવીરો સાથે તેણે સ્વતંત્રતાને લઈને લોકોને એક મહત્વની સલાહ આપી છે. 

રવીનાએ લખ્યું છે કે, "આપણને આપણા પૂર્વજો અને સંસ્કૃતિ દ્વારા જે સ્વતંત્રતા મળી છે, તેને ક્યારેય હળવાશથી ન લો." 

અભિનેત્રીએ આગળ ઉમેર્યું કે, "આ સ્વતંત્રતાને સંપૂર્ણ રીતે જીવો અને તમે જે છો તેના પર હંમેશા ગર્વ કરો."

પોસ્ટના અંતમાં રવીનાએ 'જય હિંદ, જય ભારત અને વંદે માતરમ' લખીને પોતાનો દેશપ્રેમ વ્યક્ત કર્યો છે

રવીના ટંડન ના આ અંદાજને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રવીના ટંડન આગામી સમયમાં મલ્ટીસ્ટારર ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' માં જોવા મળશે. 

આ ફિલ્મ ૨૬ જૂન, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow