ટીવી સિરિયલથી 'અનુપમા' તરીકે લોકોના દિલો પર રાજ કરનાર રૂપાલી ગાંગુલી આજે પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહી છે.
રૂપાલીના પિતા અનિલ ગાંગુલી ડિરેક્ટર હતા. સ્કૂલિંગ પછી, રૂપાલીએ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો અને થિયેટરમાં પણ જોડાઈ.
રૂપાલી એ માત્ર સાત વર્ષની ઉંમરે કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે રૂપાલીએ તેના પિતાની ફિલ્મ 'સાહેબ'થી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.
ફિલ્મોમાં નસીબ અજમાવ્યા પછી, રૂપાલીએ ટીવી તરફ વળી, અહીં તેને ઘણી સિરિયલો માં કામ કર્યું પરંતુ તેની કિસ્મત 'સારાભાઈ વર્સીસ સારાભાઈ'થી ચમકી.
અનુપમા પહેલા પણ રૂપાલી એ ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેને તેની અસલી ઓળખ રાજન શાહીના આ શોથી મળી
રૂપાલી ગાંગુલીએ 6 ફેબ્રુઆરી 2013ના રોજ બિઝનેસમેન અશ્વિન કે. વર્મા સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર પણ છે જેનું નામ રૂદ્રાંશ છે.
લગ્ન પછી 43 વર્ષની ઉંમરે ટીવી પર અનુપમા નું પાત્ર ભજવવું રૂપાલી માટે પડકારજનક હતું.પરંતુ આ સમયે તેનો સાથ તેના પતિ અશ્વિન એ આપ્યો.